પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૧૦ અમેરિકા નિષ્ણાતોની મદદ આપે expeditious method of skinning carcasses and making the best use of all the contents of these carcasses. Not wanting to, and not being able to pay for expert assistance, I have been obliged to grope in the dark. America could easily send us free expert assistance in matters such as I have mentioned, without any ulterior proselytizing motives, if only religious minded men of America could be persuaded to believe that the Hinduism, Islam and other great religions are just as true as Christianity and that they do not therefore need destruction but reformation where necessary. The conviction can only come if sober minded Americans will study the present very big movement." તમારા પુત્ર માટે આભાર. તમને મળી ન રાકળ્યો તે માટે દિલગીર છું. આંતરિક સુધારાની જે ચળવળ અહી ચાલી રહી છે તેને અમેરિકાએ મદદ કરવી હોય તો પ્રથમ એ ચળવળને બરાબર સમજવી જોઈ એ, તેના અભ્યાસ કરવા જોઈએ અને તેના ઉપર જ્ઞાનયુક્ત અભિપ્રાય આપવા જોઈ એ. સનાતનીઓ ઉપર પણ આજે બુદ્ધિયુક્ત અભિપ્રાયની, એ અભિપ્રાય બહારથી આવેલ હોય તાપણુ, અસર થાય છે. બીજું આર્થિક પ્રશ્નની બાબતમાં નિષ્ણાતોની મફત મદદ સુધારકાને મળી શકે એવું કરવું જોઈએ. દાખલા તરીકે મુડદાલ માંસ ખાનારાઓને પ્રશ્ન બહુ વિકટ છે. જ્યાં સુધી મરેલાં ઢોરનો કબજે હરિજનાને લેવાનું રહેશે ત્યાં સુધી મુડદાલ માંસ ખાવાનું તેઓ છેડી શકશે નહીં. મરેલાં ટારનું ચામડું તેને ઉતારી લે છે અને માંસ ખાય છે. મરેલાં ઢોરનાં ચામડાં સ્વચ્છ અને સારી રીતે ઉતારવાની તથા ઢોરના બાકીના ભાગને ઉત્તમમાં ઉત્તમ ઉપગ કરવાની પદ્ધતિ મેં શોધવાનો પ્રયત્ન કર્યો છે. પણ તેમાં નિષ્ણાતોની મદદ મેળવવા પૈસા ખરચવાની ઈચ્છા નહીં હોવાથી અને પૈસા ખરચવાની શક્તિ પણ નહીં હોવાથી મારે અંધારામાં આથડવું પડયું છે. આવાં કામમાં અમેરિકા સહેલાઈથી અમને નિષ્ણાતોની મફત મદદ આપી શકે. અમેરિકાના ધર્મપરાયણ માણસોને એમ સમજાવવામાં આવે કે હિંદુ ધર્મ, ઇસ્લામ, અને દુનિયાના બીજા મેટા ધર્મો ખ્રિસ્તી ધર્મના જેટલા જ સાચા છે અને તેથી તે ધર્મોનો નાશ કરવાની નહી પણ જ્યાં જરૂર હોય ત્યાં સુધારા કરવાની જરૂર છે, તો ધર્માતર કરાવવાના હેતુ રાખ્યા સિવાય આવી મદદ તેઓ આપી શકે. અમેરિકાના ડાહ્યા લોકો આ મહાન ચળવળને બરાબર અભ્યાસ કરે તો હું કહું છું તે વિષે તેમની ખાતરી થાય.”