પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

દેવી ઉપચારે તથા ચમત્કાર વિશે ૨૭૫ શાસ્ત્રી અને ગુરુદેવને પણ એમના કાગળાના જવાબમાં કાગળા લખ્યા. કાલે રાત્રે સ્વામી, મોહનલાલ ભટ્ટ, રામદાસ, છગનભાઈ એમાંથી એક માણસને મદદ માટે આપવાનું બાપુએ સરકારને લખ્યું. એક અમેરિકન સ્ત્રીને લખ્યું : "I am not enamoured of the idea of using divine healing for the purpose of proving the existence of divinity or efficacy of prayer. If Jesus came back to us, it is difficult to know what he would say to some of the uses that are being made of his powers of healing and other miracles attributed to him. | * ઈશ્વરનું અસ્તિત્વ અથવા તો પ્રાર્થનાનું અસરકારકપણું સાબિત કરવા માટે દૈવી ઉપચારનો પ્રયોગ કરવાનો ખ્યાલ મને ગમતો નથી. આજે જે જિસસ પૃથ્વી ઉપર આવે તે જે રોગમુક્ત કરવાની શક્તિનું તથા બીજા ચમત્કારોનું તેને વિષે આરોપણ કરવામાં આવ્યું છે, તેનો આજે જે ઉપયોગ થઈ રહ્યો છે તે જોઈ એ શું ધારે એ કહેવું મુશ્કેલ છે.” વાઈના સીતારામ, કુ છણાજી નલવડે વગેરે માણસે આવ્યા. અસ્પૃશ્યતાનું કામ કેવું ચાલે છે તેનું વર્ણન : (૧) દર્શન કરનારાઓના ત્રણ દરજજા પાડયા છે. (૨) અસ્પૃશ્યો માટે પ્રવૃત્તિ ચલાવવાને પૈસા માગે છે. (૩) જાહેર પિસાથી થયેલાં મંદિર ખાનગી શી રીતે હોય ? બહિષ્કાર થાય તે લાકાએ શું કરવું ? મુડદાલ માંસ ન ખાનારા અને મરેલાં ઢોર ન તાણનારાની ઉપર ત્રાસ થાય છે. ભાર સંસ્થાનના અંત્યજો આવી રીતે ઢાર ન ખેંચવા માટે પસાયતું ખાઈ બેઠા. le આજે રાત્રે મોડે સુધી બેસીને બહુ કાગળો લખાવ્યા. વલ્લભભાઈ પણ હવે મંત્રીની પદવીએ ચઢયા અને ઢગલા કાગળા ઉકેલવામાં મદદ કરવા લાગ્યા. એમને તો પાછું મનગમતું કામ. એમના વિનાદના કુવાર તા ચાલતા જ હાય.. કાઈના કાગળમાં જોયું કે સ્ત્રી કુરૂપ છે એટલે ગમતી નથી, એટલે તુરત બાપુને કહે : “ લખેની કે આંખ ફાડી નાખીને એની સાથે રહે, એટલે કુરૂપ જેવાનું નહીં રહે !” એક જણે પોતાને ફરી પરણવાનો આગ્રહ કરનારની દલીલ આપી હતી કે “ એણે મારા ઉપર ઉપકાર કર્યો છે અને એને ત્રણ છોકરી પરણાવવાની, નાતમાં વરની અછત એટલે મને આગ્રહ કરે છે.' વલભભાઈ કહે : “ ત્યારે ત્રણે કરીએાને જ પરણી લે તો શું ખોટું ?