પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ર૭૧ - મરણથી આઘાત લાગે તે આસક્તિને લીધે આજે . . .ને ખુલ્લો પત્ર આવ્યા. તેમાં એણે બિચારાએ છેવટે લખ્યું છે કે તમારા જમાનામાં જીવવાનું દુર્ભાગ્ય મેળવનાર . બાપુ કહે : “ કહો, એને શો જવાબ આપીએ ? વલભભાઈ કહે : “ કહો કે ઝેર ખા. ” બાપુ : “ નહીં. એમ નહીં. મને ઝેર આપ, એમ નહીં લખાય ? વલ્લભભાઈ : « પણ તેમાં એનો દહાડે નહી વળે ! તમને ઝેર આપે એટલે તમે જાઓ અને એને ફાંસીની સજા મળે એટલે એનેયે જવાનું ! એટલે પાછું તમારી સાથે જ જન્મ લેવાનું કરમમાં ઊભું ને ઊભું રહે ! એના કરતાં એ પોતે જ ઝેર ફાકે તે સરસ ! ” - આજે બાપુએ વિલાયતની મેલના પુષ્કળ કાગળ કાઢયા. દરેક કાગળ ચીવટથી અને ઠીક વખત આપીને લખાવ્યા. હરેસ એલેકઝાન્ડરની પત્નીના પિતાના મૃત્યુની ખબર સાંભળીને લખાવ્યું : "I have personally ceased for years to grieve over death at all. The shock is felt when a comrade is torn away from me, but that is purely due to personal attachment which in other words is selfishness. But I immediately recover and realize that death is a deliverance and has to be welcomed, even as a friend is welcomed, and that it means dissolution of the body, not of the indwelling spirit. But I must not philosophize. To be true to you and to myself I had to declare my faith and at the same time to let you know that Mahadev and I and your other friends here were not so indifferent as not to take note of the happenings in your circle." K૮ કેટલાંય વર્ષો થયાં મરણના સમાચારથી હું શોકમગ્ન થઈ જતો નથી. સાથીને હું ગુમાવી બેસું તેથી આઘાત લાગે પણ તે કેવળ આપણી આસક્તિને લીધે હોય છે, બીજા શબ્દોમાં કહીએ તો સ્વાર્થને લીધે હોય છે. પણ હું તરત જ સાવધાન થઈ જાઉં છું અને અનુભવું છું કે મૃત્યુ એ એક છુટકારી છે. અને જેમ આપણે મિત્રને આવકારીએ છીએ તેમ તે પણ આવકારપાત્ર છે. મૃત્યુથી શરીરના જ નાશ થાય છે, અંદર રહેલા આત્માને નહીં. પણ હું ફિલસુફી ન ચલાવું. જો કે તમારા પ્રત્યે તેમ જ મારી જાત પ્રત્યે સાચા થવા માટે હું જે અનુભવું છું તે મારે કહેવું જોઈ એ. સાથે સાથે એટલું જણાવ્યું કે મહાદેવ, હું તથા અહીંના તમારા