પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રેટિયે રજા પણ તકલી રાણી २८७ માધવન નાયરના પુત્રના જવાબમાં લખ્યું :

  • I appreciate your letter. You should study the statement I am issuing today. When I talk of criminal neglect of comrades or reformers, I have no one in particular in mind. If we are true and active, the walls of untruth must come down. It is no use saying that the Zamorin is hardening. You will find that if the temple-goers demand the entry of Harijans to the temple no power on earth can prevent them. The fact is that our agitation is only now beginning. It must be intense and yet gentle. Not a word need be uttered against the Zamorin. Of course if the law is really against us, it must be mended. And that too cannot be stopped if the public voice is clear and emphatic. We must not lose faith in ourselves or the cause. Am I clear? Do not hesitate to write again, if I am obscure."

“ તમારો કાગળ સારી છે. હું આજે જે નિવેદન બહાર પાડું છું તે તમે ધ્યાનપૂર્વક જોજો. હું સાથીઓ અને સુધારકાની ભયંકર બેદરકારીની વાત કરું છું ત્યારે કોઈ અમુક વ્યક્તિ મારા ધ્યાનમાં છે એમ નથી. આપણે સાચા હાઈ એ અને કામમાં મડેલા હોઈ એ તો અસત્યની દીવાલ તૂટી પડવી જ જોઈ એ. ઝામોરિન કઠણ થતા જાય છે એમ કહેવું નકામું છે. તમે જોશે કે મંદિરમાં જનારા હરિજનાના મંદિર પ્રવેશની મારા રે તા તેમને અટકાવી શકે એવી સત્તા દુનિયામાં એકે નથી. હકીકત તો એ છે કે આપણી ચળવળ હજુ હમણાં જ શરૂ થાય છે. તે બહુ ઉતકટ હોવી જોઈએ, અને છતાં સૌમ્ય હોવી જોઈએ. કામારિનની સામે તે એક વેણ પણ ન ઉચ્ચારવું જોઈએ. અલબત્ત, કાયદો ખરેખર આપણી વિરુદ્ધ જ હશે તો તે સુધારા જેઈ . અને જે લોકમત સ્પષ્ટ અને આગ્રહી હશે તો એમ કરવામાં પણ કશી અડચણ આવશે નહીં'. આપણી જાતમાં અથવા તો આ કાર્ય માં આપણી શ્રદ્ધા ડગવી ન જોઈએ. આ સમજાય છે ને ? મારા કહેવામાં કશું સંદિગ્ધ હોય તો બેલાશક ફરી લખજો.” આશ્રમના કાગળામાં નારણદાસભાઈના કાગળમાં તકલીનો મહિમા ગાયે : તકલીને વિષે સહુને આટલું કહેજો. રેટિયા રાજા છે. પણ તકલી રાણી છે. રાણી વિના રાજા ન શોભે ને રાજા વિના રાણીનું ન ચાલે. રાણી વિના વંશવૃદ્ધિ તો ન જ થાય એ પણ સમજાવું જોઈ એ. રેંટિયા હજારોને સારુ છે તો તકલી કરોડાને સારુ છે. તકલીની શક્તિ કેટલી બધી છે એ ભાઉએ બતાવ્યા છતાં તેના ઉપયોગ સહુ નથી શીખી લેતા એ