પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૦૦ - વ્યાધિથી કે સર્પદંશથી હું નથી મરવા માગતા થઈ ગયું છે અને હવે બુઢાપે આવ્યા છે એટલે જેટલી જિંદગી રહી છે. તેટલામાંથી જેટલું બને તેટલું મેળવી લેવું?” બાપુ : “ ના; હું તો માનું છું કે જે માણસ જેલમાં આવે તે માણસનું જેલમાં આવવું અને રહેવું એ જ સેવા છે. પણ મેં આ કામ અહીથી ઉપાડયું અને એને દિશા આપી, પછી એ પાર ન ઉતારી શકું તે જીવવામાં રસ શી રીતે હોઈ શકે ? અને બુઢાપા વિષે તે શું કહું ? મને તે ખ્યાલ જ નથી આવતા કે હું બુઢો થી છું. જે માણસને એમ લાગતું હોય તે ઉર્દૂના એક શાળાના વિદ્યાર્થીની જેમ અભ્યાસ કરે ? તામિલ, તેલુગુ, બંગાળીનો અભ્યાસ કરવાનાં સ્વમાં સેવે ? હા. એટલું કહું કે હું વ્યાધિથી કે સર્પદંશથી નથી મરવા માગતા, જે મારી પાસે કેવી રીતે મરવું એ નિર્ણય કરવાની શક્તિ હોય છે. એ શક્તિ નથી એ તો સ્પષ્ટ છે. ” ઉપવાસ વિષે પૂછયું: “ ઘણે માટે ભાગ એવી પ્રતિજ્ઞા કરી લે કે અમે ગુરુવાયુરમાં કદી ન જઈ એ તો તમે ઉપવાસ ન છોડો ?” બાપુ : “ ઉપવાસ વિનાની પ્રતિજ્ઞાની કશી કિંમત ન રહે. એ તો ઉપવાસની વાત બંધ થઈ કે તરત જ એ ઢીલા થઈ જવાના. " સતીશબાબુ વિષે વાત કરતાં બિરલા કહે : “સતીશબાબુ બહુ સરસ માણસ છે. પણ ચક્રમ માણસ છે.” બાપુ: “ એ તો કુદન માણસ છે. અને કુંદનનાં કદી ઘરેણાં થયાં છે ? સેનાનાં ઘરેણાં થયાં છે, કારણ સેનામાં થોડી કુધાતુ મળેલી હોય છે. એવી રીતે કામ લાગવાને માટે એ કુધાતુની જરૂર પડે, પણ સુધાતુ સોનું એની મેળે જ શોભે. કાઠિયાવાડના અસ્પૃશ્યતાકામની મુશ્કેલીઓ વિષે રામજીભાઈ એ અને બીજાઓએ કરુણ ચિત્ર આપ્યું. કીકાભાઈ અને દૂધાભાઈ વગેરે હરિજનોએ ગુજરાતના હરિજનકામ વિષેની મુશ્કેલીઓ બતાવી, ગામડાંની કરુ છુ દશા વર્ણવી. | અમદાવાદની મ્યુનિસિપલ શાળામાં અસ્પૃશ્ય બાળકોને માટે પાણીની વ્યવસ્થા મૂંડી હતી. તે વિષે આખરે પેલાએ ખખડાવીને કહ્યું: “તમારે અહીં પાણી વિષે પણ ભેદાભેદ રાખવા હોય તો પેલા મોટા ભંગી – મહાત્મા ગાંધી –નો ફેટ હોલમાં રાખ્યા છે તે કાઢી નાખો, પછી અમે ચૂપ થઈ જશું.” - બીજા એક હરિજને કામના અજ્ઞાનની વાતો કરી: “ અમે બાળકોની આંખ ધોવાને માટે જઈએ તો એ ભાગી જાય, મારી પોતાની આંખ ખાલીને અંદર દવા નાખી બતાવું ત્યારે એ લોકો પાસે આવે.”]