પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ક૬૪ ઉપવાસ એ આધ્યાત્મિક ઔષધ આવી જતી નથી. મારામાં એ આવી હોય તે બહુ લાંબી તાલીમ પરિણામે એ આવી છે. સાથીઓએ મારા ઉપવાસની વાત સાંભળીને ગભરાઈ ન જવું જોઈએ, અથવા અસ્વસ્થ પણ ન થવું જોઈએ. જે તેઓ માનતા હોય કે હું પવિત્ર છું અને શાણો પણ હું તો તે તેમને મારા ઉપવાસથી આનંદ થવા જોઈએ. કારણુ આવી આધ્યાત્મિક પ્રવૃત્તિથી તો આપણે બધાંનું અને આખી દુનિયાનું કલ્યાણ જ થાય. આ પ્રસંગે આપણને બધાંને વધારે આત્મનિરીક્ષણ કરવાના અને વધારે આરમશુદ્ધિ કરવાનો ઉત્સાહ ચડવા જોઈએ.” મુનશીના “બ્રહ્મચર્યાશ્રમ’ પ્રહસન વિષે એક યુવકે બાપુને ફરિયાદ કરેલી. તે ઉપરથી બાપુએ મુનશીને કાગળ લખેલા. મુનશીને બાપુના. અભિપ્રાયથી બહુ દુ:ખ થયું. એણે તુરત એનું સરકયુલેશન બંધ કરવાનું અને ભજવવાનું બંધ કરવાનું વચન આપ્યું, પણ સાથે જ પોતાનો વિરોધ નોંધાવ્યો. કળા વિષેના પોતાના વિચાર દર્શાવ્યા. વાસ્તવ સૌદર્ય આલેખવાનું જ કલાકારનું કાર્ય છે એ પ્રમાણે બ્રહ્મચર્યના આદર્શ પાળવા ઈચ્છનારા, પણ તેમાં વારંવાર નિષ્ફળ થનારાઓની ઠેકડી છે. એમાં અશ્લીલતા નથી, એકે અશ્લીલ શબ્દ નથી, અને પાત્રા પોતાના સુધ્ધાં બધા મિત્રો જ છે, જેમણે એ ફારસ વિષે પોતાની પસંદગી બતાવી છે. આ એમના બચાવનો સાર. એને બાપુએ અભયદાનને તાર કર્યો કે ૮૮ મે' જાહેર અભિપ્રાય કાઈને આપ્યું નથી, ચાપડી વાંચી જઈશ.’ આ પછી પોતાને હાથે કાગળ લખ્યા: મારી તાર મળ્યા હશે. તેથી તમારા જખમને રૂઝ વળી હશે. તમારે દુ:ખે હું પણ દુ:ખી થયા. પણ સાથે જ રાજી થયો, એમ જાણીને કે મારા પ્રત્યે તમારી એટલી મમતા છે. દુઃખસુખ સ્નેહીના વેણુનું જ હાય ના?

  • તમને મેં મારો અભિપ્રાય જણાવ્યા એટલે પેલા ટીકાકારને પણ જણાવ્યું હોય એવા તમારા ભય મિથ્યા હતા. એને તો મેં' લખ્યું કે અહી બેઠે અભિપ્રાય આપવાનો મને અધિકાર જ નથી. નાટક કાણ ભજવનાર છે એ પુછાવ્યું હતું. તેને તે યુવકે ઉત્તર નથી વાળ્યો. મારા તરફથી તમે સદાયને સારુ નિર્ભય રહેજો. તમારી સાથે મસલત કર્યા વગર તમારી કૃતિઓની ટીકા હું નહીં કરું. તમ અને પ્રત્યે મને મેહ છે. તમને મેં કહ્યું જ છે કે તમારી બન્નેની પાસેથી મારે તો ઘણું લેવું છે. તે તો તમારા હૃદય ચારી શકું તો જ મળે ના? દરિયાકિનારાનું વહેલી સવારનું પેલું દશ્ય કદી હું ભૂલું તેમ નથી.