પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મારું જીવન બહુરૂપ છતાં એકરૂપ ૩૧૫ તમારું ફારસ મને વખત મળશે તો પૂ રું વાંચીશ, તમારી આંખે વાંચીશ ને લખવા જેવું હશે તો લખીશ. તમે આપેલી રજાનો ઉપયોગ નહીં કરું. તમે પણ તેનું વેચાણ બંધ ન કરશો. તમારી પાસેથી તેહના બળે પણ એવું નથી કરાવવું. ખરું છે કે તમારું પુસ્તક મેં એક પણ વાંચ્યું નથી. તમે ભલામણ કરી તે વાંચવાનો પ્રયત્ન કરીશ. . - “ કળા વિષે કોઈ વાર પ્રભુ મેળવશે તો અને ત્યારે વાત કરશું. તમારા કાગળ થોડાઘણા સમજ્યો છું. “ અસ્પૃશ્યતા વિષે શું લખું ? મારા જીવનને બહુ રૂપ હોવા છતાં એક રૂપે જોવાની કળા સાધ; તમે સમજો તો સાથીઓને સમજાવજે. મારી પ્રવૃત્તિમાત્રનું મૂળ એક જ છે. | ‘‘તમારા કાગળના થોડા જ દિવસ પહેલાં લીલાવતીને રસિક કાગળ આવ્યો હતો. તેના જવાબ બાકી છે. “ જમણી કાણી વધારે ખરાબ હોવાથી ડાબે હાથે લખ્યું છે. સહુને અમારા બધાના યથાયોગ્ય.” અપા પટવર્ધન વિષે કાગળ આજે ઑઈલને લખ્યા તેમાં ‘તુરંગત ભંગીકામ’ એ ચાપાનિયું બીડયું, અને પચીસમી તારીખ સુધીમાં હિંદ સરકારના ઠરાવ માગ્યા. બીજો કાગળ છગનલાલ જોષીને જલદી મોકલવા વિષે ડૉઈલને લખે. શાસ્ત્રીઓની સાથે પાછી સાડાત્રણ વાગ્યાથી કડાટ : સવ – તમે મંદિરપ્રવેશ ધર્મ છે એ શા આધારે માને છે એ સમજાવા, એટલે પછી એ અધર્મ છે એ અમે સમજાવવાનો પ્રયત્ન કરીશું. એમને પોતાના આખા ધામિક વિકાસ - બાળપણથી તે અત્યાર સુધીના — માંડીને સમજાવ્યા. એટલે એમણે આખે વખત એ જ વસ્તુ ગાયાં કીધી કે તમારા હૃદયને પ્રતીત થાય તે ધમ ! એટલે તે પછી લાખ જણના લાખ ધમ થાય ! દવેનાગ્યનુશા એg ધર્મ: સનાતન: એને વિષે આ શાસ્ત્રીઓને શું કહેવાનું હશે ? રાધાકાંત માલવીય : આપની સાથે લેાકમત નથી. ૧. આપે મતગણતરી મંદિરમાં નિયમિત ૬-૧૨'૨ જનારાની લેવી જોઈએ. ૨. એ મંદિરમાં દૂર દૂરથી જનારાઓના મતો લેવા જોઈએ.