પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

માધ્યામિક દષ્ટિએ શાસ્ત્રીએ પાછળ વખત ન બગાડશે ૩૧૭ ‘ કાયદાની મુશ્કેલીઓ હોય તો ઉપવાસ ન કરું એનો શો અર્થ, એ પૂછયું. - બાપુ કહે : “ લોકોએ પોતાનાં બધાં બળા સંગઠિત કરવાં જોઈ એ. મંદિરપ્રવેશ શકય બનાવવાને માટે કાયદામાં જરૂરી હોય તે બધું કરવું જોઈ એ.” નટરાજન કહે : “ પણ વાઈસરોય રજા ન આપે તો એની સામે ઉપવાસ કેમ કરી ? ” બાપુ: કામી ચુકાદાની બાબતમાં વડાપ્રધાનની જે સ્થિતિ હતી, તે સ્થિતિ આ બાબતમાં વાઈસરોયની છે. લેકમતના બળને વાઈસૌય ઉવેખી ન શકે. લોકમતની શક્તિ ઉપર મને જે શ્રદ્ધા છે તેના ચેપ તમને પણ લાગે. વળી આ ઉપવાસ એક આધ્યામિક વરતુ છે અને તેની આધ્યામિક અસરનો તમારે વિચાર કરવો જોઈએ.” નટરાજન : ૬ પણ વાઈસરોય ના પાડે તો વડી સત્તાને અપીલ કરવાને તમારે અમને વખત આપવો જોઈએ ને ? તમે ઉપવાસની વાત ન કરો. કરવા જેવું બધુ થાય છે જ, ઉપવાસમાં આધ્યાત્િમક દષ્ટિએ બળજબરી નહીં હોય, પણ નક્કી કરેલી મુદતમાં જ તમે આ કરાવવા છે તેમાં તે બળજબરી છે જ.” જતાં જતાં કહેતા ગયા : “ આ શાસ્ત્રીઓની પાછળ વખત ન બગાડશે.” હરિભાઉ, દેવધર અને માતે થોડા દહાડા ઉપર આવ્યા હતા અને માતેની સાથે સભામંડપમાં હરિજનાને લઈ જઈ ને સંતોષવા વિષે જે વાતો થઈ તે માતેએ છાપી છે અને ગાંધીજી કશી તડજોડ નથી કરી શકતા એ તેણે બતાવવાના પ્રયત્ન કર્યો છે. આખી વાતચીતની એક પત્રિકા છાપી છે. આ પત્રિકા સાચી છે કે નહીં' એ વિષે છાપાંવાળા પૂછવા આવ્યા હતા. આ પત્રિકા મને બતાવવામાં આવી ન હતી એટલું જ બાપુએ કહ્યું. પણ દલીલબાજ મહારાષ્ટ્રી મુત્સદ્દીઓમાં આ પત્રિકાએ ઠીક અસર પાડી હશે અને બાપુ કયાંય નમતું ન મૂકે એવા વહેમ દૃઢ કર્યો હોય તો નવાઈ નહીં'. સાંજે પૂના મ્યુનિસિપાલિટીના એક માંગ સભ્ય સોનાવણે આવ્યા. એની સાથે બીજા પૃસ્ય સન્યા હતા. સોનાવણે કહેતા હતા : ““ અમારે મંદિરમાં નથી જવું. અમને તો તમારા ચરણસ્પર્શ મળે એટલે બસ છે.” - બાપુ કહે : “ પણ તમને અમે મંદિરમાં ખેંચી લઈ જઈ એ તો પણ તમે ના પાડે ?” છે છે તેમાં તે , તે નક્કી કરેલી મુદત