પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ધર્મની બાબતમાં કોઈ નો મત ન સ્વીકારુ’ ૩૧૯ કરી શકે. અને મારા દાવે તો તમે જાણો જ છો. હું કાંઈ પોતે થઈ ને ઉપવાસ નથી કરતા, અંતર્યામીના અવાજને અનુસરીને જ કરું છું. એ અવાજ હંમેશા ઈશ્વરના હોય છે કે પછી સંતાનના એ કહેવું સહેલું નથી. તેમ છતાં એ અંતર્યામીનો અવાજ હોવાને મારા દાવા મેં સાચા સાબિત કર્યો છે એમ કહી શકાય. મારી અને શ્રી માતે વચ્ચે થયેલી વાતચીત તેમણે આપી છે તે ઉપરથી તમે દોરેલું અનુમાન બહુ ઉતાવળ ગણાય. એ બાબતની ચોખવટ તો કદાચ રૂબરૂમાં થઈ શકે. હું . . . તારીખે . . . વાગ્યે તમારી રાહ જોઈશ.” - સનાતનધમાં એને કાગળ આવ્યો હતો કે અમે પંડિતાની પરિષદ ભરવાને તૈયાર છીએ. પણ તમે એને મત પછી સ્વીકારશે ના? બાપુએ એને જવાબ લખાવ્ય : ૮ મારો મત તમે ફેરવી શકે તે ફેરવજો. પણ પરિષદને મત ધર્મની બાબતમાં, મારે સ્વીકારવી જોઈ એ એ ન બને.” વલભભાઈ ને અને મને આ વાત અયોગ્ય લાગી. જે પરિષદની સૂચના આપણે સ્વીકારીએ તો પછી એના એકમત આપણને સ્વીકાર્ય હો જાઈ એ. બાપુ કહે : “ ધર્મની બાબતમાં કોઈ કાઈનો મત ન સ્વીકારે. પાતાના હૃદયની પ્રતીતિ ઉપર જ આધાર રાખવો જોઈએ.” મેં કહ્યું : “ તો આપણે એ પરિષદ બોલાવવામાં હિસ્સા ન લેવા જોઈ એ.” બાપુ: “ હિસ્સો નથી, પરિષદ તો એ લોકો સ્વેચ્છાએ બોલાવે છે. હું કહું છું મારી એ ખાતરી કરી આપે કે મારી ભૂલ છે તો ભૂલ હું સુધારીશ.” | મે કહ્યું : તો એ પરિષદ એકમત થાય ન થાય એની વાત જ ન કરો. એટલું કહે કે મારા મગજનાં દ્વાર તદ્દન ખુલ્લાં છે. એટલું જ બસ છે.” | બાપના જેવી મનઃસ્થિતિ રાખીને કોઈ માણસ પંડિત પરિષદમાં ભાગ કેમ લઈ શકે એ ન સમજી શકાય એવી વાત છે. બાપુએ વળી વધારે સ્પષ્ટીકરણ કર્યું : “ જુઓની પેલો એક માણસ મને કહે છે કે તમે શંકરાચાર્ય ની માફક દિગ્વિજય કેમ નથી કરતા ? તેને હું કહું છું કે મારી એ શક્તિ નથી. મારી શક્તિ જુદા પ્રકારની છે, તેનો ઉપયોગ હું કરું છું. બીજાના મત પ્રમાણે હું મારો ધર્મ શી રીતે બદલી શકું ? ”