પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ઉપવાસની અસરો સનાતની મિત્રો મારા ઉપર એવો આક્ષેપ લાવે કે સામાન્ય જનતા ઉપર અથવા તો એ સનાતનીઓ ઉપર મારા વિચારો હું લાદી રહ્યો છું તે એ આક્ષેપમાં બહુ વજૂદ નથી. માનવજાતિનો આખા ઈતિહાસ જોતાં માલુમ પડે છે કે જ્યારે જયારે કોઈ એક જ માણસે સારા વિચારો ધરાવ્યા છે, તેને આગ્રહ રાખે છે અને પોતાના જીવનમાં તે આચરી બતાવ્યા છે ત્યારે ત્યારે આખા જનસમાજે તે સ્વીકારી લીધા છે. હવે એને અર્થ એવો કરવામાં આવે કે પેલા માણસે લાકા ઉપર પોતાના વિચારો લાદ્યા તો એ બેહૂદુ જ ગણાય. પાછળ શારીરિક બળ ન હોય ત્યાં સુધી બીજાઓની ઉપર પોતાના વિચાર લાદ્યા કહેવાય જ નહીં. મારા ઉપવાસની વાતથી ખળભળાટ થયો છે એ વાત સાચી. પણ તેને માટે હું દોષપાત્ર નથી એ વિષે મારા દિલમાં જરાયે શંકા નથી. એક વૈજ્ઞાનિકની નજરે હું આખી વસ્તુસ્થિતિ બારીકાઈથી નિહાળી રહ્યો છું કે મેં કરવા ધારેલા ઉપવાસની શી અસર થઈ ચૂકી છે, અને શી અસર થઈ રહી છે. એ બધું જોઈને મારામાં આનંદ અને આશા જ ઊભરાય છે. ઉપવાસે લોકોને વિચાર કરતા કરી મૂકયા છે. ઉપવાસથી કોઈ માણસને પોતાના અંતઃકરણની વિરુદ્ધ કશું જ કરવાની ફરજ નહીં પડે. પણ સુસ્ત લોકો પોતાની સુસ્તી છોડી દઈ ને તિથી કામે લાગી જશે એટલે કે, મારા ઉપર પ્રેમ રાખનારા બધા કામ કરવા મંડી પડશે. આ ચળવળથી મને જરાયે દિલગીરી થતી નથી. જેઓ એમ ધારે છે કે હિંદુ ધર્મનું હું સત્યાનાશ વાળી રહ્યો છું તેઓ મારા ઉપર ગુસ્સાથી ભરેલા કાગળો લખે છે અને મને કહે છે કે વહેલા વહુલા ઉપવાસ કરી, સ્વધામ પહોંચી જાઓ. આવા કાગળાની મારા ઉપર જરાય અસર થતી નથી. એ કાગળાની વાત તમારી આગળ એટલું જ બતાવવાને માટે કરું છું કે જેઓ અસ્પૃશ્યતાનિવારણની વિરુદ્ધ છે. તેમના ઉપર તો મેં કરવા ધારેલા ઉપવાસની જરાય અસર થવાની નથી, અને ન જ થવી જોઈ એ. પણ ઉપવાસ વિષે વધારે તો મારે આગળ ઉપર કહેવાનું આવશે. અત્યારે તો હું એટલું જ કહું કે શ્રી કેલપનને અથવા મને અમારા અંતર્યામીની પ્રેરણાથી કરવા. ધારેલા નિશ્ચયમાંથી કાઈ ડગાવી શકશે નહી. શ્રી મહેતાએ લોકોને અગાઉથી ચેતવા માટે એમનું ધ્યાન ખેંચ્યું છે તેની હું કદર કરું છું. | મને તો નવાઈ અને દુ:ખ એ વાતનું થાય છે કે જેઓ મતગણતરીના કામમાં પડથા છે તેમના ઉપર ઝામરિન આવા તરેહવાર આક્ષેપો શું કામ કરતા હશે ? હું તે ઝામારિનને બહુ સજજન ગણું છું. એ જાણે છે કે શ્રી