પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

જાલિમ અને પીડિત, બન્નેનું શ્રેય ઇરછુ છું' શાસ્ત્રી–ત્યારે વેદકાળથી લઈને મંદિરાની જે વ્યવસ્થા કરવામાં આવી છે તે બદલાવીને મંદિર ખોલાવવાથી તમે અત્યજેનું શું ભલું કરવાના છે ? બાપુ - ઉદ્ધાર તે અંત્યજેતરાને છે. અને એ મારફતે અંત્યજોનો પણ છે. બન્નેની સાથે ઉદ્ધાર છે. એમાં મુખ્યમુખ્ય નિર્ણય ન થાય. ધારો કે કોઈ માણસ મારાં છોકરાં દબાવીને બેસી ગયા છે – અથવા ધારો કે મારા બાપ અને કાકા લડે છે. મારે એને ભેગા કરવા છે. કોઈ મને પૂછે કે તમે કાનું વધારે હિત ઈચ્છો છો? હું કહું કે બન્નેનું. બાપ કાકાની ઉપર ચડીને બેઠા છે તે છેડે તે તેમાં બાપનું વધારે પ્રય છે. જુલમ કરનાર જુલમ છેડે તો તેનું શ્રેય થાય છે અને દબાયેલે આપોઆપ છૂટી જાય છે. શાસ્ત્રી - તાપણુ મુખ્યતઃ દૃબાવનારનો ઉદ્ધાર ઇચ્છે છેએમ કહેવાય. બાપુ-તમારે એમ કહેવું હોય તો કહો. શાસ્ત્રી - તમે અધર્મને નિર્ણય શાસ્ત્રની રૂએ કર્યો છે? કયા ગ્રંથની રૂએ ? બાપુ - વેદથી માંડીને ગીતા સુધી. શાસ્ત્રી કેાઈ વચન બતાવશે ? બાપુ – ગીતાનો ધ્વનિ જ એ છે કે મનુષ્ય મનુષ્ય વચ્ચે ભેદ નથી. શાસ્ત્રી - સર્વે વહુ મિટું બ્રહ્મા પણ એ કઈ અવસ્થામાં ? - 1 બાપુ – આ મંદિર ધમે સ્થાપેલી વસ્તુ છે. ધર્મની પ્રતિષ્ઠા છે ત્યાં આ ભેદભાવ રાખવામાં આવે તે ધર્માનું ખંડન થાય છે. શાસ્ત્રી -જેણે એ સ્થાપ્યું તેને આ અધર્માનું ભાન નહીં હોય ? બાપુ – હું એમ કહું કે જેણે મંદિર બાંધ્યું તેણે ગીતાધર્મને અવલંબીને એ નથી બાંધ્યું. આ તો મર્યાદાનો ધર્મ છે. - શાસ્ત્રી - શાસ્ત્ર સ્ત્રીને સ્ત્રો ગણવી અને માને મા ગણવી એવું નથી કહેતાં? તેમ જ જે શાસ્ત્ર કહે છે કે અત્યજે ગાપુર જુએ છે તો એનો ઉદ્ધાર થાય છે તેનું શું ? બાપુ - હું એ વસ્તુને માનવકૃત કહું છું. એ ધમ નથી. શાસ્ત્રી - ગીતામાં એવું વચન છે ? બાપુ—શ્લેકમાત્રમાં -- જ્યાં આપણે ભેદનો સાક્ષાત્કાર કરીએ ત્યાં જોઈ એ. એ ભેદ જ મુશ્કેલીની વાત છે. શાસ્ત્રી - મુશ્કેલીની જે વાત છે તેને નિશ્ચિત કેમ કહે છે? ધર્મની મર્યાદા મનુષ્યકૃત નથી —વેદમાં પ્રતિષ્ઠા કાર્યમીમદ્ શ»ä છે- એટલે