પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૪૩૮ આશ્રમમાં છારાના ઉપદ્રવને ઉપાય શ્રી શિવપ્રસાદ ગુપ્તાના બહુ કરુણુ કાગળ આવ્યા : “ જે વસ્તુ સકાએ થયાં અમુકની મિલકત તરીકે ચાલી આવી છે તે વસ્તુ તેમની પાસેથી લઈ લેવાય. કે ? અને તે બળાત્કાર ન થાય કે ? ગોમાંસ ખાનાર માણસને મંદિરમાં પ્રવેશ કરતા રોકવાના હિંદુ સમાજને હક નથી કે ? તમને તમારું શરીર છોડી દેવાનો શો અધિકાર છે ? એ તો નિવેદિત જ છે,” ઈત્યાદિ. એને બાપુએ લખ્યું : “ મંદિર કાઈની ખાનગી મિલકત હોય અને એ ઉઘાડવા ઇરછીએ એ બળાત્કાર જ છે એ સાચું છે.” - શિવપ્રસાદની ખાનગી’ મંદિરની વ્યાખ્યા જુદી છે, બાપુની જુદી છે. દલીલ કરનારા બે પક્ષે એક જ વસ્તુના જુદા જુદા અર્થ કરે ( ambiguous middle વાપરે) તેના આ દાખલ કહેવાય. ' બાપુને એક ગમ્મત કહી. દેવદાસે એક વાર પૂછયું હતું કે મતગણતરીમાં બાપુ, વલ્લભભાઈ તમે, હું અને બા હાઈ એ તે આપણે મંદિર પ્રવેશ માટે મત આપી શકીએ કે ? ” | બાપુ કહે : “ વલ્લભભાઈ સિવાય આપણે બધા મતદાર થઈ શકીએ છીએ.” વલભભાઈ : * તમે કાઈ નહીં પણ હું તો થઈ શકુ, કારણ હું તો મંદિરમાં બહુ ગયો છું. તમે તો મંદિરમાં જવાનો દા એ ઉપરથી કરતા હશે કે યરવડા જેવા મંદિરમાં હમેશાં આવવાનો ધમ કરી મૂકયો છે અને બીજાને મોકલે છે, તેથી કેમ ? ” આશ્રમમાં છારાના ઉપદ્રવને શા ઉપાય કરવો એ વિષે ઠીક ચર્ચા થઈ. બાપુ કહેઃ “ માવલંકર એક વકીલ તરીકે, નારણદાસે આપેલી માહિતી ઉપરથી કલેકટરને જરૂર લખી શકે, પણ અંબાલાલ કમિશનરને કહે છે તે સિકાસની વાત થાય. એ સિફારસ કરે એના કરતાં આપણે અરજી કરીએ એ શું ખોટું ? અંબાલાલ પોતે જ, આપણા કહ્યા વિના કે સૂચના વિના, પોતે જ કમિશનરને કહે તે જુદી વાત છે. મારે પોતાનો ધર્મ તો એમ સૂચવે છે કે આપણે એ લોકોને જઈ ને ભેટવું, એની વચ્ચે રહેવું, એનાથી લૂંટાવું, એ મારે તો મરવું. પણ એ હિંમત અહીં બેઠા હું કાઈ ને ન આપી શકુ.” આજે મેજર ભંડારીએ આવીને સંદેશ આપ્યો કે હિંદ સરકારે જેમની એ કામ કરવાની ઈચ્છા હોય તેવા કેદીઓને ૨૬-૧૨-'૩ ૨ ભંગીકામ આપવા વિષે પ્રાંતિક સરકારના અભિપ્રાય માગ્યા છે. દરેક કમિશનર અને આઈ. જી. પી.ને લખવાનું છે. આઈ. જી. પી. જવાબ આપે તે પહેલાં ભંડારીને તે જોવા બેલાવ્યા