પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩૪૨ સુડદાલ માંસ ખાવાની ફરજ પાડીએ છીએ મંડળ - તમને અમે અમારા માણસ કેટલે દરજે ગણી શકીએ ? બાપુ - આંબેડકર જમ્યા તેય પહેલાંના હું તો એમના જ માણસ છું. મારા જૂના લેખોમાં એમને પસંદ પડે છે એવી બધી વસ્તુઓ જેવા મળશે. મારા જેટલી કડક ભાષામાં કોઈ એ અસ્પૃશ્યતાનો વિરોધ નથી કર્યો. મંડળ -- પણ એમ તો “ભાલા’ના અધિપતિ પણ કહે છે. બાપુ જે સત્યતાપૂર્વક કરે તે કહી શકે. પણ સાલનના શબ્દોમાં કહીએ તો માણસની ચિતા ટાઢી પડે ત્યાર પછી એને પ્રમાણપત્ર આપવું. કોણ જાણે છે કે હુ” ખરાબમાં ખરાબ જાતનો સનાતની ન નીવડુ ? પ્રજ્ઞાનેશ્વર યતિ અને અગાસે આવ્યા. એમને બાપુએ કહ્યું - રાજાજી તો કાંચન છે. પૃથ્વીના કોઈ પણ ભાગમાં એમનો શખ્ત મનાય. અસ્પૃસ્યોની ચામડી આળી થઈ ગઈ છે. તમે એમની આગળ કોઈ પણ શરત મૂકો તો તેથી એમને ફેલે ઊઠે. પણ, તમે મદિર ઉધાડી દો અને પછી એમને ગોમાંસ છોડવાનું કહો તો તેઓ તરત સાંભળશે. તમે જ કહો, ગોમાંસભક્ષીને હિંદુ કહી શકાય ? પણ કેટલાય હિંદુઓ ગોમાંસભક્ષણ અગાસે -- હું તો ગોમાંસભક્ષીને બ્રાહ્મણ અથવા હિંદુ ન કાહુ . બાપુ – ઠીક. પણ તમે ને હું આડકતરી રીતે ગોમાંસભક્ષણ કરીએ છીએ તેનું શું ? તમે મારા હાથમાં બંદૂક મૂકો અને મારી પાસે તે ફોડાવો તો કોણ જવાબદાર ગણાય, તમે કે હું ? તે જ પ્રમાણે આપણે આ લોકાને કચડી નાખ્યા છે. આપણી મરેલી ગાયે ઉપાડી જવાની, તેનાં ચામડાં ઉતેડવાની અને તેનું મુડદાલ માંસ ખાવાની આપણે જ તેમને ફરજ પાડીએ છીએ. એટલે ખરી રીતે આપણે જ જવાબદાર છીએ. મહાડનો દાખલો સાંભળ્યે છે ને? અંત્યજોએ મુડદાલ ખાવાનું બંધ કર્યું અને મરેલાં ઢોર ખેંચવાની ના પાડી. અગાસે - પણ મરેલું ન ખાવાનું કહ્યું ત્યારે કહે કે અમે ગાય મારીને ખાશું. બાપુ - પણ તમે મને પૂરો સાંભળી લે. મહાડવાળા સવર્ણોને તે ડર લાગે કે હવે મરેલાં ઢોર કાણુ ખેંચશે ? એટલે એમણે પેલાઓને ખાવાની ફરજ પાડી, ન ખાવાને માટે માર્યા. અગાસે – તેઓ હિંદુ હોય તો એમને શુદ્ધ કરવાના અને મંદિરમાં લેવાના છે ને ? પણ અસ્પૃશ્ય ગોમાંસ ખાતા હાઈ હિંદુ જ નથી.