પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

394 હું કોઈના નિર્ણયથી બધાઉ” નહીં* ધારૂકર તમે કહો કે તમારી વ્યક્તિગત દૃષ્ટિથી તમે શકિત ન હો, પણ ધર્મદષ્ટિએ શક્તિ છે. એમ તમે કહો તો અમે વાત કરીએ, નહીં તે શી વાત થાય? ષદર્શનાચાર્ય – અમારી પાસે ઉપાય છે. તમારા મનમાં જે હોય તે કહો. તેને અમે જવાબ આપીએ. બાપુ - ધ્રુવજી, ભગવાનદાસ વગેરે સાચી ધર્મસેવા કરવાને માટે આવ્યા છે. એ કાંઈ અહીં અખાડો ખેલવા નથી આવ્યા. શાસ્ત્રી શું જાણતા નથી કે અહીં બીજા પંડિતા આવ્યા છે ? તમારે જોઈ એ તો હું ચાલ્યા જાઉં અને તમે જ વાતા કરો અને સમાધાન લાવો; અને સમાધાન મારી આગળ મૂકા. હું નથી કહેતા કે હું એથી બંધાઈશ. કારણ મે કાંઈ આનંદશંકર ધ્રુવના હાથમાં મારી લગામ આપી દીધી નથી. ધારૂરકર - તમને હું જજ કરવાને તૈયાર છું; પણ તમે ફેંસલો આપો તેનાં કારણે અમારી પદ્ધતિથી આપવાં જોઈ એ. બાપુ – દર્દી વૈદ્યકીય દષ્ટિએ શી રીતે કહેશે કે ફલાણાનું નિદાન મને કબૂલ છે? તમે તો મારી પાસે અધર્મની વાત માગી. તમે અમુક પંડિતો મળી ને નિર્ણય આપો, એ હું સ્વીકારું એમ તમે માગો છે. એ તો અધમ્ય વાત થઈ. મારાથી એ સ્વીકારાય એમ હોય તો જ હું સ્વીકારું ને ? મેતીબાબુએ બધાને સંભળાવ્યું: “ માનું છું કે ગાંધીજીને ઈશ્વરી- પ્રેરણા હોય છે. એ પ્રેરણા વિના એ કશું કરતા નથી. એ પ્રેરણાને અનુકૂળ તમારે શાસ્ત્ર શોધવું જોઈએ એવી મારી તમને અપીલ છે ! ” આ જ હેતુથી એ પંચાનન બાબુને પણ અહીં સુધી ખેંચી લાવ્યા હતા. પણ એ તો હવે સનાતનીઓ તરફ ઢળી ગયા. ખોરશેદનો કાલે દુ:ખભરેલા કાગળ આવેલો : “તમે નિરાશ થઈ ને ઉપવાસ કરવાના છે ? અમે બધાં કુટીબદામ નીવડવ્યાં ૨ ૩-૬ ૨-' રૂ ૨ છીએ ? મેં મારી પ્રવૃત્તિ વેદી ઉપર હોમી દીધી તે તમારે અને તમારાં કામને અથે. તમને નિરાશા શા સારુ થઈ છે ? ” એને બાપુએ સુંદર તાર કર્યો. એ તાર સરકારની મારત જ મોકલી શકાય, બીજી રીતે ન મોકલાય એમ મેજરે કહ્યું. બાપુએ એને મોકલવાની ના કહી અને કહ્યું મને પાછો મોકલી આપો. આજે ખારશેદને કાગળ લખ્યા :