પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

as as ઉપવાસ અમર આશામાંથી ઉદ્દભવેલા છે 39 "Why do you think that my fast was due to dis- appointment? On the contrary it sprang from hope eternal. Fasting is necessary for life eating. It is a necessary part of prayer. We serve as well by dying as by living. But it is the privilege of the few to have to fast. Needless to say I write of spiritual fasts. I know that fasting may come also from despair. Then it is rank suicide. I should defend my fast against such a charge. For me it has always been a process of penance and purification. The fast of 1921 was not born of despair. The basis of all penitential fasts has always been faith in mankind, God and oneself. It gives an inward joy that sustains one. I therefore want you to share with me the joy of it. I hope you have understood my argument. Of course you know that there is no certainty about the 2nd Jan. fast. It may have to be postponed." તમે એમ શા માટે માને છે કે મારા ઉપવાસ નિરાશાને લીધે છે ? ઊલટા એ તો અમર આશામાંથી ઉદ્ભવેલા છે. જીવવા માટે ખાવું જેટલું જરૂરનું છે તેટલા જ ઉપવાસ જરૂરના છે. પ્રાર્થનાનું એ આવશ્યક અંગ છે. આપણે જીવીને સેવા કરીએ છીએ તેટલી જ મરીને કરી શકીએ. પણ ઉપવાસ કરવાનો અધિકાર બહુ થોડાને હાય. અહીં હું આધ્યાત્મિક ઉપવાસની જ વાત કરું છું. હું જાણું છું કે માણસ નિરાશાથી પણ ઉપવાસ કરવાનો વિચાર કરે. એ તો ચેખો આપઘાત કહેવાય. મારા ઉપર કોઈ આવા આક્ષેપ કરે તો તેનો હું બચાવ કરી શકું એમ છું. મારે માટે તો ઉપવાસ હંમેશાં તપસ્યા અને આત્મશુદ્ધિ છે. ૧૯૨૧ના ઉપવાસ નિરાશાને લીધે નહેાતા થયા. તપસ્યોરૂપ ઉપવાસનો પાયો હંમેશાં માનવજાત ઉપર, ઈશ્વર ઉપર અને પોતાની જાત ઉપર શ્રદ્ધા હોય છે. એમાંથી આંતરિક આનંદ મળે છે, જેને લીધે માણસ ટકી શકે છે. એટલે તમને હું એ આનદમાં ભાગીદાર થવા કહું છું. હું આશા રાખું છું કે મારી દલીલ તમે સમજ્યાં હશે. તમે એ તો જાણે જ છે કે બીજી જાન્યુઆરીના ઉપવાસનું કશું નક્કી નથી. એ મુલતવી પણ રહે.” મથુરાદાસના કાગળમાં શાસ્ત્રીઓ વિષે લખ્યું : “હમણાં તા સનાતની શાસ્ત્રીઓનો મેળાપ થયાં કરે છે. તેઓની સ્થિતિ દુ:ખદ છે. એમની પાસેથી જ્ઞાન મેળવવું કઠિન કામ થઈ પડ્યું છે. કંઈ હોય તે પણ આપવામાં