પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સનાતની શાસ્ત્રીએાના બદલાતા રંગ ૩૯ માણસનો એટલે ચાતુર્વર્ય બહારના માણસને અહીં વિચાર નથી જ ! ભગવાનનું વિશેષ સંનિધાન પ્રતિષ્ઠિત મૂર્તિામાં છે. દેવતાનું સાંનિધ્ય લાવવાવાળું શાસ્ત્ર-વૈખાનસાગમ શાસ્ત્ર - માનો તો તેના બીજા આદેશ પણ માનવા જોઈએ. આ શાસ્ત્રનો જ એ વાતમાં પૂરો અધિકાર છે. બાપુ - મદ્રાસમાં પ્રત્યેક મંદિર માટે ભિન્ન આગમ છે. એ બધાં ઈશ્વરપ્રણીત છે ? શાસ્ત્રી - તમે બધાં ઈશ્વરપ્રણીતને જ માનો કે બીજાને પણ માને ?' બાપુ - તમે મને એ ન પૂછો કે હું કયું શાસ્ત્ર માનું છું. તમે જે શાસ્ત્રાનાં પ્રમાણુ ઢાંકવાં હોય તે ટાંકે. જે જે સંપ્રદાયનાં જે જે શાસ્ત્ર પ્રમાણુ છે તે તેને માન્ય હોવાં જોઈએ એ મને કબૂલ છે. ઈશ્વરે પ્રત્યેક સમાજને માટે મંદિર વિષેનું શાસ્ત્ર રચ્યું છે એમ તમે કહેવા માગો છો? મદ્રાસમાં એક નવું મંદિર બને કે તુરત તેના આગમ બને છે. એ આગમને માનવાવાળાઓને અધિકાર છે ખરો કે નહી કે હરિજનોને દાખલ કરવા ? શાસ્ત્રી—તમે એ લોકોને મનાવે કે તમારી પાસે ન આગમ છે એમ સમજાવે. બાપુ - હું તો એમ પૂછું છું કે ભાગવતને પ્રમાણુ માનનાર માણસો પાત કરાવે કે અમારે અમુક માણસને લેવા છે, તો તે તેમ કરી શકે કે નહીં? શાસ્ત્રી–તે એ લોકોએ કહેવું પડશે કે આજની પરિસ્થિતિને કારણે અમુક આદેશાનો અર્થ બદલવા જોઈશે. બાપુ - ના; પેલા તો કહેશે કે હું અત્યાર સુધી સંકુચિત અર્થ કરતા હતા; હવે એનો વિસ્તૃત અર્થ કરવા જોઈ એ. શાસ્ત્રી - આગમને પ્રમાણ માનનારા એમ માને કે એ જ આગમનો અર્થ વિસ્તૃત કરવો જોઈએ, તો એ તો અધર્મ થઈ રહ્યા છે. આમ સનાતની શાસ્ત્રીઓના બદલાતા રંગ જોયા. મોતીબાબુ પાસેથી ખબર પડી કે એ શાસ્ત્રીઓ – ખાસ કરીને તેમના એજન્ટ ડાવરે બાપુને અસત્યવાદી તરીકે પ્રસિદ્ધ કરે છે. જે સંદેશો એ લોકો ખાટું સમજાવીને પરિષદ માટે લઈ ગયેલા તે પાછો ખેંચી લેવાને માટે બાપુની ઉપર તેઓ અસત્યનું આરોપણ કરે છે. મ-૨૪