પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સર સૅસ્યુઅલ હોરને ગાંધીજીને કાગળ ૩૯૯ અભિપ્રાયને પુષ્ટિ મળી છે, કે તમારું પ્રજાતંત્ર ઉપરછલું અને ગોળ ગાળ ભાષામાં લપેટાયેલું છે. વધારે મહત્ત્વની બાબતમાં તો વ્યક્તિએ અથવા તો મંડળા પામેન્ટને જરાય પૂછાગાછળ્યા વિના નિર્ણય કરે છે, અને પોતે શું કરે છે તેના અસ્પષ્ટ ખ્યાલ સાથે પાર્લામેન્ટના મેમ્બરોને તેને મંજૂરી આપવી પડે છે. ઈજિપ્તની બાબતમાં તથા ૧૯૧૪માં યુદ્ધ જાહેર કરતી વખતે આવું થયું હતું. હિંદુસ્તાનની બાબતમાં અત્યારે એવું બની રહ્યું છે. તેત્રીસ કરોડ પ્રાચીન લોકેાના ભાવિ ઉપર અસર પાડવાની નિબંધ સત્તા, કહેવાતી પ્રજાશાસિત પદ્ધતિમાં એક જ માણસના હાથમાં હાય, અને તેના નિર્ણયને મહાભયંકર વિનાશનાં બળાને સંગઠિત કરવામાં અમલ થતો હાય, એ વસ્તુની સામે મારી સમસ્ત આમા બંડ પોકારે છે. હું આને પ્રજાશાસનનો ઇનકાર કહું છું. - આ દમન ચાલુ રાખવાનું પરિણામ, આપણા એ દેશના લોકો વચ્ચે કડવા બનેલા સંબંધને વધુ કડવા બનાવ્યા સિવાય બીજું ન આવે. એ રોકવા માટે હું શું કરી શકું ? સવિનયભંગ બંધ કરવા એ એનો ઉપાય નથી. મારે માટે એ ધર્મસિદ્ધાંત છે. હું મને સ્વભાવે પ્રજાશાસવાદી માનું છું. પોતાની ઇચ્છાનો અમલ કરવાને માટે શરીરબળનો ઉપગ કરા એ મારી ક૯પનાના પ્રજાશાસન સાથે તદ્દન અસંગત છે. એટલે જ્યાં જ્યાં શરીરબળનો ઉપયોગ આવશ્યક અને વાજબી ગણાય છે, ત્યાં ત્યાં તેના વાજબી અવેજી તરીકે મેં સવિનય વિરોધની રીત જ છે. તેમાં જાતે કષ્ટ સહન કરવાનું છે. મારી યેાજનામાં સવિનય વિરોધ કરનારે અમુક સંજોગોમાં અંત લગી ઉપવાસ કરીને પોતાના પ્રાણત્યાગ કરવાનું આવે. મારે માટે એ વખત હું જ આવ્યા નથી. આવું પગલું લેવા માટે ન રોકી શકાય એવા અંતરના આદેશ મને હજી મળ્યા નથી. પણ બહાર જે બની રહ્યું છે તે એટલું ભયાનક છે કે હું આખા ખળભળી ઊઠવ્યો છું. એટલે અસ્પૃશ્યની બાબતમાં ઉપવાસની શકયતા વિષે લખતાં મને લાગ્યું કે આવા ઉપવાસની બહુ દૂરની નહીં એવી બીજી પણ શકયતા છે એ હું તમને ન જણાવું તો તમારા પ્રત્યે હું સાચા ન કરું. e કહેવાની જરૂર નથી કે તમારી સાથે ચાલેલા તમામ પત્રવ્યવહારની બાબતમાં મારા તરફથી પૂરેપૂરી ગુપ્તતા જળવાઈ છે. અલબત્ત સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાદેવ દેસાઈ, જેમને હમણાં જ અમારી સાથે રાખવામાં આવ્યા છે, તેઓ આ વિષે બધું જાણે છે. પણ તમે તો આ કાગળને તમારી ઈચ્છામાં આવે તે ઉપયોગ જરૂર કરી શકે છે.' e લિ. સેવક મા૦ ક... ગાંધી