પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મહાદેવભાઈની ડાયરી નથી. એટલે તમે મને લખશે તે હું તમારી વિનંતી જરૂર માન્ય રાખીશ. છતાં હું તમને ફરીથી આગ્રહ કરું છું કે સરકારી ચુકાદાની વાસ્તવિક વિગતોને તમે ફરીથી વિચાર કરો અને તમારી જાતને ગંભીરતાથી પૂછો કે તમે જે પગલું લેવા ધાયું છે એ લેવાનાં વાજબી કારણો છે કે કેમ ? - લિ. સેવક જે. રેમ્સ મેકડોનલ્ડ વડાપ્રધાનને ગાંધીજીના છેવટના જવાબ ચરવડા સેન્ટ્રલ પ્રિઝન સપટેમ્બર ૯, ૧૯૩૨ પ્રિય મિત્ર, તમારા નિખાલસ અને વિગતવાર કાગળ મને આજે તારથી મળ્યો. તે માટે હું તમારો આભારી છું. જોકે મને દિલગીરી થાય છે કે મેં લેવા ધારેલા પગલાના કદી મારી કલ્પનામાં પણ તે આવ્યા હોય એવો અર્થ તમે કર્યો છે. જે વર્ગ તરફથી બાલવાને હું દાવો કરું છું, તે વર્ગના હિતાને નુકસાન પહોંચાડવા માટે મરણપર્યન્ત ઉપવાસ કરવા હું તૈયાર થયે છું એવો આક્ષેપ તમે મારા ઉપર મૂકી છે. આશા તો એવી રખાય કે આ ઉગ્ર પગલું જ આવો કોઈ મતલબી અર્થ થતો રોકવા માટે પૂરતું થાય. પણ કશી દલીલમાં ઊતર્યા વગર હું કહું છું કે મારે માટે આ વસ્તુ શુદ્ધ ધમની છે. અત્યજોને બેવડા મત મળે તેથી તેમનું અથવા તો હિંદુ સમાજનું રક્ષણ થતું નથી અને છિન્નભિન્ન થતા તેઓ અટકતા નથી. અંત્યજોને માટે અલગ મતદારમંડળ રચવાની ચાજનામાં હિંદુ સમાજનો નાશ કરે એવું ઝેર તેને આપવામાં આવે છે અને તેથી અંત્યજ વર્ગોનું જરાય ભલું થતું નથી. તમને હું નમ્રતાપૂર્વક એટલું કહીશ કે તમે, ગમે એટલી સહાનુભૂતિવાળા હો તોપણ, જે વસ્તુ પ્રસ્તુત પક્ષને જીવનમરણ સમાન અને ધાર્મિક મહત્ત્વની છે તે બાબતમાં સાચા નિર્ણય ઉપર આવી શકે નહી. અંત્યજ વર્ગોને વધારે પડતું પ્રતિનિધિત્વ મળે તેની વિરુદ્ધ હં હોઈ શકે જ નહીં. મારા વિરોધ તો એ છે કે જ્યાં સુધી તેઓ હિંદુ સમાજમાં રહેવા માગે છે ત્યાં સુધી હિંદુ સમાજથી મર્યાદિત સ્વરૂપમાં પણ તેમને અળગા પાડવાનું કાયદાથી થવું જોઈએ નહીં. તમે એટલું સમજી શકા