પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૪૦૮ મહાદેવભાઈની ડાયરી કાર્યના ન્યાયીપણા ઉપર વિશ્વાસ રાખે છે તેમની સામે છે. તે જ પ્રમાણે મારા દેશબંધુઓ, પછી તેઓ હિંદુ હોય કે બીજ, જેમને મારા ઉપર શ્રદ્ધા નથી, તેમની સામે મારા ઉપવાસ નથી; પણ કાઈ પણ કામના અથવા ધર્મના અસંખ્ય હિંદીઓ જેઓ માને છે કે મેં ઉપાડેલું કામ ન્યાયી છે, તેમની સામે છે. મુખ્યત્વે તો હિંદુઓના અંતરાત્માને ખરું ધાર્મિક કાર્યો કરવાને માટે સતેજ કરવાના આ ઉપવાસનો હેતુ છે. ) આ ઉપવાસ કેવળ લાગણીને અપીલરૂપે નથી. મારું જે કાંઈ વજન હોય તે તમામ આ ઉપવાસ દ્વારા હું શુદ્ધ અને સાદા ન્યાયના પલ્લામાં નાખવા માગું છું. એટલે હું ઈચ્છું છું કે મારી જિંદગી બચાવવાની ધાલાવેલીમાં ગેરવાજબી ઉતાવળ ન કરવામાં આવે. જગન્નિયંતાની ઇરછા વિના ઘાસનું તણખલું પણ હાલી શકતું નથી, એ વચનને હું સેએ સે ટકા માનું છું. એની ઇચ્છાની વિરુદ્ધ કોઈ મારી જિંદગી બચાવી શકવાનું નથી. મનુષ્ય તરીકે કહીએ તો હું માનું છું કે થોડા દિવસ તો મારું શરીર આ ઉપવાસમાં ટકી રહેશે. અલગ મતદારમંડળ એ માત્ર છેલ્લું નિમિત્ત છે. સવર્ણ હિંદુ આગેવાનો અને પ્રતિપક્ષી અંત્યજ આગેવાનો વચ્ચે થાગડથીગડ સમજૂતી થશે તો તેથી હેતુ નહીં સરે. સમજૂતી ખરી તો જ ગણાય જો તે સાચા દિલની હોય. હિંદુ આમજનતાનું માનસ જડમૂળથી અસ્પૃશ્યતાનું નિકંદન કાઢવા તૈયાર ન હોય તે જરાયે આંચકા ખાધા વિના તેમણે મને જતો કરવા જોઈએ. જેઓ સંયુક્ત મતદારમંડળેાની વિરુદ્ધ હોય તેમની સામે જરાયે બળજબરી ન થવી જોઈએ. તેમનો કડવો વિરોધ હું સમજી શકું છું. મારો અવિશ્વાસ કરવાને તેમને પૂરો અધિકાર છે. હું’ એ જ હિંદુ વર્ગના છું ને, જેઓ ખાટી રીતે ઊચવર્ણના અથવા સવર્ણ હિંદુઓ કહેવાય છે, અને જેમણે કહેવાતા અસ્પૃશ્યાને પીલી નાખ્યા છે ? અજાયબી તો એ છે કે આટઆટલું થતાં છતાં એ “ અસ્પૃશ્યો” હજી હિંદુ ધર્મમાં રહ્યા છે. એટલે તેમના વિરોધના આવી રીતે બચાવ કરી શકાય એમ છે, છતાં હું માનું છું કે તેમની માગણી ભૂલભરેલી છે. તેમનાથી બની શકે તો અંત્યજોને હિંદુ સમાજથી બિલકુલ અળગા પાડીને તેમની એક જુદી કામ તેઓ બનાવવા માગે છે. એમ થાય તો હિંદુ સમાજ ઉપર કાયમનું અને જીવતું જાગતું કલંક ચાંટે. તેમ છતાં એમ કરવાથી ખરેખર તેમનું હિત સધાતું હોય તો હું એમને એમ પણ કરવા દઉં. પણ અસ્પૃશ્યતાની પણ અનેક પાયરીઓ છે, તેના મને બહુ નિકટનો પરિચય છે. તે ઉપરથી