પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

४२० મહાદેવભાઈની ડાયરી પ્રમાણે તે મારું બલિદાન હરકેાઈ રૂપની અથવા પ્રકારની અસ્પૃશ્યતામાંથી માનવજાતની મુક્તિને આગળ વધારે છે.. એટલે અમેરિકા, જેણે મારા પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર એવા પોતાના જ્ઞાત અને અજ્ઞાત નિવાસીઓ મારફત મારા દુ:ખમાં આટલી હમદર્દી બતાવી છે, તેની પાસેથી હું એ આશા રાખું છું કે આ બલિદાન પ્રત્યે દુનિયાને લેાકમત સંગઠિત કરે. જોકે આ બલિદાન દુનિયાના એક ભાગને ઉદેશીને યોજાયેલું જણાય છે, છતાં ખરી રીતે તો એ આખી દુનિયાને આવરી લે છે. મારી નગ્ન કારકિદીને ઉપલક રીતે પણ સમજનારા એટલું જોયા વિના નહી રહ્યા હોય કે મારા જીવનનું એક પણ કાર્ય એવું નથી, જેનાથી કોઈ વ્યક્તિને કે પ્રજાને નુકસાન થયું હોય. મારું રાષ્ટ્રીયત્વ અને મારો ધર્મ કાઈનો વિરોધી નથી, પણ સૌને સંગ્રાહક છે, અને પ્રાણીમાત્રના કલ્યાણ સાથે સુસંગત છે. મારી ભૂલ ન જ થાય એવો દાવો હું કરતો નથી. હિમાલય જેવડી ભૂલે કર્યાનું મને ભાન છે. પણું તે ઈરાદાપૂર્વક કરી હોય અથવા તો કોઈ પણ વ્યક્તિ કે પ્રજા પ્રત્યે અથવા તે કોઈ પણ માનવ કે ઈતર પ્રાણી પ્રત્યે મેં દ્વેષ સેવ્યો હોય એવો મને ખ્યાલ નથી. યરવડા કરાર [અંત્યજ વર્ગો તરફના નેતાઓ અને બાકીની હિંદુ કોમ વચ્ચે, ધારાસભામાં અંત્યજ વર્ગના પ્રતિનિધિત્વ વિશે અને તેમના કલ્યાણને લગતી બીજી કેટલીક બાબતો વિષે થયેલા કરારનામાને મજકુર ] ૧. સામાન્ય મતદારમંડળામાં અંત્યજ વર્ગો માટે અમુક બેઠકો અનામત રાખવામાં આવશે. પ્રાંતિક ધારાસભાઓમાં નીચે પ્રમાણે બેઠક અનામત રાખવામાં આવશે : મકાસ મુંબઈ. સિંધ સાથે ૧૫ પંજાબ બિહાર અને ઓરિસ્સા ૧૮ મધ્ય પ્રાંત આસામ બંગાળ ૩૦ યુકત પ્રાંત ૧૪૮ ૩૦ ૮ ૨૦