પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સનાતનીઓને પાછ નજીવે મતભેદ બીજો સવાલ આ છે : “ તમે હિંદુઓના એક વર્ગને બીજા વર્ગ જોડે લડાવતા નથી ? ” હરગિજ નહીં. દરેક સુધારામાં કંઈક વિરાધ તો થવાના જ, પણ સમાજમાં અમુક હંદ સુધી વિરાધ અને ક્ષેભ તંદુરસ્તીની નિશાની છે. પણ મને સનાતનીઓ અને સુધારક વચ્ચે કાયમની ટ પડવાને જરાયે ડર નથી. સનાતનીઓના વિરોધને ઉતારી પાડવાનું કે તેમની લાગણીની અવગણના કરવાનું મારે હાથે ન જ થાય. સનાતન ધર્મ જોખમમાં છે એવું તેમાંના કેટલાકને તીવ્રપણે લાગે છે એ વિષે મને બિલકુલ શકા નથી. છતાં સનાતની અને સુધારક વચ્ચે સિદ્ધાંતમાં તો કેટલો ના મતભેદ છે એ જોઈ ને આશ્ચર્ય થાય છે. સનાતની શું કરે ? સનાતનીઓ તરફથી મને મળેલા લગભગ એકેએક કાગળમાં નીચેની ચાંકાવનારી કબૂલાતો છે : “ (૧) અમે કબૂલ કરીએ છીએ કે હરિજનોની સ્થિતિ સુધારવાને ઘણું કરવાની જરૂર છે; (૨) અમે કબૂલ કરીએ છીએ કે સવર્ણ હિદુઓ હરિજનો પ્રત્યે ભૂંડી રીતે વર્તે છે; (૩) અમે કબૂલ કરીએ છીએ કે એમનાં બાળકોને કેળવણી મળવી જોઈ એ અને તેમને રહેવાને સારાં ઘર મળવાં જોઈ એ; (૪) અમે કબૂલ કરીએ છીએ કે એ મને નાહવાની ને પાણી ભરવાની પૂરતી સગવડ મળવી જોઈ એ; (૫) અમે કબૂલ કરીએ છીએ કે એમને પૂરેપૂરા રાજકીય હક મળવા જોઈએ; (૬) અમે કબૂલ કરીએ છીએ કે તેમને દેવદર્શનની અને પૂજાની પૂરતી સગવડો મળવી જોઈ એ; અને (૭) અમે કબૂલ કરીએ છીએ કે પ્રજાજનના જે હક બીજાને મળે છે તે બધા એમને મળવા જોઈએ.” પણ આ સનાતનીઓ કહે છે : & એમને અડવાની કે એમની જોડે ભળવાની ખાસ કરીને તેઓ આજની દશામાં હોય ત્યાં સુધી – અમને ફરજ ન પાડવી જોઈ એ.” ત્યારે હું એમને કહું છું : તમે તેમને સમાન દરજજો મૂકવાની જરૂર તો કબૂલ કરો છે. તો પછી બીજા સવર્ણ હિંદુઓ એક ડગલું આગળ જાય, અને જે શાસ્ત્રોને તમે માને છેતે જ શાસ્ત્રાને આધારે માને કે હરિજનાને અસ્પૃશ્ય ન ગણવા, એટલું જ નહીં પણ જે હક અને સગવડો એમને મળવી જોઈ એ એમ તમે કબૂલ કરી છે. પણ તે હકે ને સગવડો તેઓ તમારાથી અળગા રહીને ભોગવે એમ ઈચ્છે છે, એ બધા હકો અને સગવડો હરિજનાને સાથે રાખીને જ ભોગવવી એવા પિતાને ધર્મ છે, એમ સુધાર કાને જો લાગે તો તમે શા સારુ ખળભળી ઊઠી છે? તમે જેઓ પોતાના આચારસ્વાતંત્ર્યની રક્ષા