પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સનાતનીઓને ૪પ૯ જે રીતે મેં’ વિવરણ કરેલું છે તે જોતાં સનાતનીએ કબૂલ કરે છે કે જે સગવડો પોતે અત્યાર સુધી ભોગવી છે અને જેનાથી હરિજનોને અત્યાર સુધી અળગા રાખ્યા છે, તે બધી સગવડો મેળવવાના હરિજનાનો હક છે. જે સ્થિતિ તેઓ કપી લે છે પણ જે સ્થિતિ વસ્તુતઃ હરતીમાં નથી તેનો ચિતાર મનમાં ખડે કરીને સનાતનીઓએ ભાગી ન જવું ઘટે. તેઓ ચેમ્બુ સમજી લે કે યરવડાના કરાર પ્રમાણે અને હમણાં સ્થપાયેલા અખિલ ભારત અસ્પૃશ્યતાનિવારણ સંધના જાહેરનામાં પ્રમાણે અસ્પૃશ્યતાનિવારણમાં મેં વર્ણવી છે તેથી વધારે વસ્તુઓનો સમાવેશ થતો નથી. એમાં વર્ણતર રાટીએટી-વહેવારનો સમાવેશ નથી થતો. ઘણા હિંદુઓ, અને હું પોતે, એથી ઘણા આગળ જઈ એ તેનાથી સનાતનીઓને ક્ષોભ ન થવો જોઈએ. તે વ્યક્તિગત બુદ્ધિ અને વ્યક્તિગત આચારને ગૂંગળાવાને ન જ છે; અને તેમને જે પોતાની માન્યતા વિષે ઊંડી શ્રદ્ધા હોય તો ભાવિની કલ્પનાથી તેમણે ભડકવું ન જોઈ એ. કેાઈ અમુક સુધારામાં જે અંદરના પ્રાણ હશે અને જે તે યુગધર્મને અનુસરીને આવ્યો હશે તા પૃથ્વી પરની કોઈ પણ સત્તા તેના અમોધ પ્રવાહને રોકી શકવાની નથી. રાજકીય મુક્તિનું રેકાણ? ત્રીજો સવાલ આ છે: *આપના સામાજિક અને ધાર્મિક સવાલના વિચારા તરફ પ્રજાનું ધ્યાન ખેંચીને અને પ્રજા પાસે તેનો સ્વીકાર કરાવવા માટે પ્રચંડ આંદોલન ચલાવીને આપ રાજકીય મુક્તિને રોકતા નથી ? ” અસ્પૃશ્યતાનિવારણની હિલચાલ ચલાવવા માટે મેં કેદી તરીકે જે મર્યાદાએ સ્વીકારી છે તેનું ઉલ્લંઘન કર્યા વિના આ સવાલને વિસ્તૃત જવાબ ન આપી શકાય. પણ હું આટલું કહી શકું કે મને ઓળખનારાઓએ સમજવું જોઈ એ કે હું રાજકીય, સામાજિક, ધાર્મિક અને બીજા સવાલે વચ્ચે ન ભૂંસાય એવા ભેદ માનતા નથી. મે હંમેશાં માન્યું છે કે એ સવાલે એકબીજા પર આધાર રાખનારા છે, અને એકના ઉકેલથી બાકીનાનો ઉકેલ નજીક આવે છે, મારી પાસે આવતા કાગળ અત્યારે જ એટલા વધી પડ્યા છે કે મને જે બહુ જ થોડી મદદ મળી શકે છે તેટલી મદદથી હું એને પહોંચી શકતા નથી. એ કાગળામાંથી જે સવાલો મેં ભેગા કર્યા છે તે અહી પૂરા થતા નથી. બાકીનાની યથાશક્તિ ચર્ચા મારે હવે પછીના લેખમાં કરવી રહી. અહી હું મારી પર કાગળ લખનારાઓને દયા રાખવાને વીનવવા માગું છું. અત્યાર સુધી મને પહોંચેલા લગભગ બધા કાગળાની મેં કાળજી