પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મહાદેવભાઈની ડાયરી પૂર્વક પહાંચ લખી છે. પણ હવે પછી હું આ લેખમાળા દ્વારા જે કંઈ જવાબ આપી શકું તેનાથી પત્રલેખકે સંતોષ માનવાની કૃપા કરે. અને જે તેઓ ટૂંકાણમાં લખશે અને જ્યારે કંઈક નવું કહેવાનું હોય અથવા હિલચાલના સંબંધમાં ઊભા થતા કાઈ પ્રશ્ન પર નિર્ણય બાંધતાં પહેલાં તેમને પિતાના પ્રશ્નોના જવાબ મારી પાસેથી મેળવવા જ પડે એમ હોય ત્યારે જ લખશે તો તેઓ પોતાને તેમ જ મને ઘણી મદદ કરશે. વધુ કેયડા* શાસ્ત્ર એટલે ? ઘણા પત્રલેખકાએ આ એક બીજો સવાલ પૂછયો છે : “ આપ કહો છો કે હું શાસ્ત્રને માનું છું. શાસ્ત્રનો આપ શું અર્થ કરે છે એ અમે સમજતા નથી. કેમ કે શાસ્ત્રાએ જેનું સમર્થન કર્યું હોય તેને આપ આપખુદીથી અસ્વીકાર કરી છે. આપ જે ગીતાને માને છે તે પણ કહે છે કે શાસ્ત્રને અનુસરીને ચાલવું.” | મેં આગલા એક લેખમાં કહ્યું છે તે અહીં ફરી કહેવું જોઈએ કે ગીતાના મુખ્ય સિદ્ધાંતથી અસંગત એવું કશું ગમે ત્યાં છપાયેલું મળે તોપણ મારે મન શાસ્ત્ર નથી. મારા રૂઢિચુસ્ત મિત્રોને આઘાત ન થાય તો હું મારો અર્થ હજુ વધારે સ્પષ્ટ કરવા ઇચ્છું છું. સદાચારનાં વિશ્વમાન્ય મૂળતાથી અસંગત હોય એવા કશાને હું શાસ્ત્રપ્રામાયમાં ગણતા નથી. શાસ્ત્રાના ઉદ્દેશ એ મૂળતાને ઉખેડવાનો નહીં પણ તેને ટકાવવાનો છે. અને ગીતા મારે માટે સંપૂર્ણ છે એનું કારણ એ છે કે તે આ મૂળતાનું સમર્થન કરે છે, એટલું જ નહીં પણ ગમે તે ભોગે એને વળગી રહેવા માટે આપણને સંગીન કારણે આપે છે. મેં સૂચવેલા સુવર્ણનિયમ ન હોય તો પરસ્પર વિરોધી વચનાના અરણ્યમાં, અને સુંદર રીતે છાપેલા અને એટલી જ સુંદર રીતે બાંધેલા સંસ્કૃત ગ્રંથ, જેને સામસામા પક્ષના પંડિતા અપૌરુષેય ગણાવે છે, તેના ઢગલામાં મારા જેવા પ્રાકૃત જન ગાથાં ખામાં જ કરે. સ્મૃતિઓ અનેક છે, ને તેમાંની કેટલીક તે જે નાના પ્રદેશમાં થડાક લોકો તેને માનતા હોય તે પ્રદેશની બહાર જાણીતી નથી હોતી. એનું મૂળ અથવા એ રચાયાની તારીખ કાઈ બતાવી શકતું નથી. એ એક

  • આઠમું નિવેદન, તા. ૧૭-૧૧-૧૯૩૨