પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વધુ કોયડા ૪૩ જાજરૂની ડોલે જેમાં ઠાલવવામાં આવે છે એ ગાડાંની હાર પડેલી છે. આ સ્થિતિમાં ભગીઓને જિંદગી કાઢવી પડે છે. આ ઝૂંપડાંની આસપાસ જે ખેતરો છે તે ઘણી વાર પાણીથી ભરાઈ જાય છે ને તેમાંથી મરછર પેદા થાય છે તે વીંછી, સાપ, ઉંદર ભરાઈ રહે છે. આ સ્થિતિમાં ૩૧ કુટુંબ રડે છે. એમાં ૩૫ પુરુ થશે, ૨૫ સ્ત્રીઓ, ૩૪ છોકરા અને ૧૫ છોકરીઓ છે. ૧૦૯ માણસની આ વસ્તીમાંથી ફક્ત ૯ છોકરા માંડ કંઈ કે વાંચીફખી શકે છે. બાકીનાં બધાં સાવ નિરક્ષર છે. આ પરું એવું છે કે ત્યાંના રહેવાસીઓમાં જો આ મનુષ્ય ભાઈબડેના વિષે કંઈ પણ વિચાર હોય તો તેમને માટે તેઓ સ્વરછ ઘરમાં સ્વરછતાથી રહેવાની સગવડ આપી શકે, અને પાણી, દીવાબત્તી વગેરે શહેરી જીવનની જે સગવડો છે તે બધી પૂરી પાડી શકે. અડી સનાતનીઓ તેમ જ સુધારકા બંનેને માટે કામ છે. વિલેપારલેની મ્યુનિસિપાલિટીની આવક ફક્ત ૭૦ હજારની છે તેમાંથી તે ૩૧ હજારની માટી ૨કમ પાયખાનાંની સફાઈ માટે વાપરે છે એમ કહેવું એ મારી ફરિયાદને જવાબ નહીં ગણાય. હું જાણું છું કે વિલેપારલેના રહેવાસીઓ એટલા શ્રીમંત છે કે તેઓ આ ઉપાણી સમાજસેવકાને અર્થે પોતાના પર ખાસ કર નાખી શકે એમ છે. પણ એને હું ધીમી ક્રિયા ગણું. ત્યાંના હિંદુ રહેવાસીએ નો પ્રથમ ધર્મ એ છે કે રાતોરાત સારું ઉઘરાણું કરવું અને ભંગીઓને માટે સગવડવાળાં ધર અને બીજી સગવડ કરી આપવી. તેઓ ને એટલું કરે તાપણુ પાતાનાં ભાઈભાંડુ પ્રત્યેની એક સાદી ફરજ તેમણે મોડે મોડે બજાવી કહેવાશે. તેઓ આટલું કરે પછી તેઓ ભગીઓને કંઈક સુખે રહેવાની સગવડ આપવા જે વાર્ષિક ખરચ કરવું જ પડવાનું છે તેને સારુ મ્યુનિસિપાલિટીમાં હિલચાલ કરે એ બરાબર ગણાય. e બરાબર આવું જ ચિત્ર અખિલ ભારત અસ્પૃશ્યતાનિવારણ સંધના અવિશ્રાંત મંત્રી શ્રી. ઠકકરબાપાએ સંધ તરફથી આદરેલા પ્રવાસમાં તપાસેલા ભંગીઓના વાસનું દેવું છે. બિહાર પ્રાંતમાં દાનાપુરમાં અને પટણાની આસપાસ એવા વાસની દશા વિષે તેમણે દુ:ખદાયક કથની વર્ણવી છે. શાસ્ત્રમાં અસ્પૃશ્યતા વિષે શું છે ને શું નથી એના વ્યર્થ ઝઘડામાં પડવાને બદલે આપણે દરેક જણ હરિજનાની દુર્દશા સુધારવાના કામમાં રોકાઈ જઈ એ તો કેવું સારું ! મને લખનારા તમામ વિદ્વાન પત્રલેખાને આમાં પૂરતું ને તેથીયે વધુ કામ મળી રહે એમ છે; કેમ કે એમણે લગભગ સૌએ મને ખાતરી આપી છે કે હરિજનોની આર્થિક અને નૈતિક રિથતિ સુધારવાની ઈચ્છામાં તેઓ કોઈનાથી ઊતરે એમ નથી.