પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ઘનશ્યામદાસ ૧૦ સાથે મુલાકાત બાપુ : * પણ મારે આંબેડકરની સાથે શું કામ છે ? છતાં એ માણસ જે કહે છે તે કહેવાનો અને અધિકાર છે કે, ગાંધીને શું જોઈએ છે એની તો મને ખબર નથી. ત્યારે મારે શું જોઈ એ છે એ હું ખબર આપી દઉં છું. આ જ વાત સરકાર મારફતે મોકલેલા મારા નિવેદનમાં ગર્ભિત રીતે સમાયેલી છે. એ નિવેદન તમે જવા દીધું, છતાં આ કરારની સામે તમને કેમ વાંધા ? ” - સવારે * 'ઈન્ડિયન સોશિયલ રિર્મર' આવ્યું. તેમાં ‘મહાત્માજીની પ્રતિજ્ઞા' લેખક “ એક હિંદુને લેખ આવ્યા. તેમાં આ જ કરાર જાણે આપ્યા હોય અને ઉપરાંત, જે મદિરા અને મહારાજે ન સમજે તેના બહિષ્કાર કરવાની સૂચના પણ જોઈ અને બાપુ રાજી રાજી થઈ ગયા. આ તો વિષયાન્તર થયું. પણ સર પુરુષોત્તમદાસ વગેરે આવ્યા તેને કરારની સાથે આ લેખ બતાવવા જેવા હતા એ વાતથી પણ બાપુને બહુ આન દ થયો. - વાતો બધી મેજરની ગેરહાજરીમાં થઈ. બાપુએ ટૂંકામાં બધી વાતાને સાર આપ્યો, એ એમના શબ્દોમાં જ આ રહ્યો. કાલે મોન ખૂલશે ત્યારે વધારે ખબર પડશે. e 6 ઘનશ્યામ, મથુરાદાસ, પુરુષોત્તમદાસ, અને ચૂનીલાલ એટલા મળ્યા. રાજાને અને કેળકરને ના પાડી. આ લોકાનું અનુમાન એવું છે કે એકેએક માણસને રજા ન આપે, પણ કોઈ સંસ્થા તરફથી રજા માગે તે મળે. મારું અનુમાન એવું છે કે હવે કેદી તરીકે જ રાખશે એટલે મળવાની છૂટ આપી. એ લોકોના કરતાં આપણે વધારે જાણીએ છીએ. મારું પરમ દિવસે શું થશે એનું એ લેકે કાંઈ જ જાણતા નથી. મેં બધી વાત કરી કરાર બતાવ્યા. કરાર લઈ ગયા છે. કાલે પાછો આપશે. એ સમજવામાં એમને હરકત નથી આવી. ઘનશ્યામદાસે તરત એના બે ભાગ પાડવા. એક ઉપવાસ તોડવા પૂરતો અને બીજો મહારાજે વગેરેની સહીઓ લેવા પૂરતા. એ બાબત મારી છ માસની નોટિસ લેવા એ લોકો તૈયાર દેખાયા. સ્ટેટમેન્ટ પણ આખું વંચાવ્યું. એ તેઓને બહુ ગમ્યું. બહાર જઈને સ્ટેટમેન્ટ કરશે કે મૌનને લીધે બહુ વાત નથી કરી શકથા, પણ જમીન ભાંગી છે. ગાંધી જોવામાં તંદુરસ્ત અને આનંદી લાગ્યા. “ આ આખી હિલચાલની પાછળ ઘનશ્યામદાસ છે. મું જેને સ્ટેટમેન્ટ કરાવનાર એ જ. આંબેડકરને કદાચ અત્યારે મળશે. મેં એક જ હાથમાં બધું સોંપવા સામે ખૂબ ચેતવ્યા છે. આંબેડકર આજે અડી છે, એમ એ લોકો માને છે. એ માણસ બૅવૅલના હાથમાં હોય એમ જણાય છે. બૅન્ચેલે આવીને મદદ કરવાનું કહ્યું છે, જે જરૂર હોય તો. કેમ કે