પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૪૭૮ મહાદેવભાઈની ડાયરી હોય કે વિવાહ હોય, તેમાં મંદિર આગળપડતો ભાગ ભજવે છે. એટલે મંદિર જેવું હોય તેવું, તેમાં હરિજનાને પ્રવેશ મળવો જ જોઈ એ. - પણ બીજા એક ભાઈ કહે છે : “ હરિજના અમુક નિયમ– જેમ કે સ્વચ્છતા – પાળે જ એ આગ્રહ આપ નહીં રાખે તો મંદિરોની અત્યારે જ પડું પડ થઈ રહેલી પ્રતિષ્ઠાને આપ ધક્કો પહેંચાડશે.” મને એવી કશી આપત્તિનો ભય નથી. મેં તો કહ્યું છે કે બીજા દરેક હિંદુ પૂજકને લાગુ ન પડતી હોય એવી એકે ખાસ શરત હરિજનોના પ્રવેશ માટે ન મૂકી શકાય. ડો. ભગવાનદાસે સૂચના કરી છે કે માણસને જન્મને કારણે અવિચારીપણે અસ્પૃશ્ય ગણવાને બદલે બાહ્ય આચારને કારણે અસ્પૃશ્ય ગણવો જોઈ એ. અંતરની સ્વછતાનું તો નિયમન ન થઈ શકે, પણ બાહ્ય આચારનું નિયમન થઈ શકે છે. અને તેથી જેમની ટેવ ગંદી હોય, જેઓ નાડેલા કે સુઘડ ન હોય, જેમણે દારૂ પીધેલો હોય તેઓ સ્વચ્છ થાય ત્યાં સુધી અસ્પૃશ્ય ગણાવા જોઈએ, જેમ દુનિયાભરના સભ્ય સમજમાં માણસ ગમે તે કારણે અસ્વચ્છ દશામાં હોય ત્યાં સુધી અસ્પૃશ્ય ગણાય છે. પણ સ્વચ્છતાને હાઉ બનાવીને સવર્ણ હિંદુઓએ હરિજનાનું ચડેલું ઋણ ચૂકવવામાં વિલંબ ન કરવો જોઈએ. તેથી પ્રથમ પગથિયું એ છે કે તેઓ જેવા છે તેવા તેમને અપનાવવા. માત્ર જે સામાન્ય નિયમો આ ખાસ પ્રસંગને માટે ઘડી કાઢેલા ન હોય પણ સુધારો થતા પહેલાં પ્રચલિત હોય તેટલાની જ મર્યાદા રાખવી. હરિજનાની સ્વતંત્રતા પ્રામાણિકપણે જાહેર કરવામાં આવે અને સુસ્થાપિત કરવામાં આવે પછી નવા નિયમો અવસ્ય ઘડી શકાય.