પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૪૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૪૮૦ મહાદેવભાઈની ડાયરી જોઈ મને આશા અને આનંદ ઊપજે છે. એનાથી કોઈ પણ માણસને પોતાના અંતરાત્માથી વિરુદ્ધ વર્તવાની ફરજ નહીં જ પડે, પણ જે લોકો ઢીલાપોચા છે તેમને પોતાનું ઢીલાપાચાપણું ખંખેરી નાખીને તેજીથી કામ કરવાની ફરજ પડશે. એટલે કે જે લોકોને મારા પ્રત્યે પ્રેમ છે. તેમને મારા ઉપવાસ કામ કરતા કરી મૂકશે. એવી પ્રવૃત્તિથી મને દિલગીરી ન થાય. જેઓ એમ માને છે કે હું હિંદુઓનો ધમાળા કરવાના પ્રયત્ન કરી રહ્યો છું તેઓ મને ગુસ્સાભર્યા કાગળો લખે છે અને મને કહે છે કે ઝટ ઝટ ઉપવાસ કરીને વડુંલા વહેલા મરી જાઓ. હું આવા કાગળાની કશી પરવા કરતો નથી. એવા કાગળાથી હું ટેવાઈ ગયેલો છું. અહી' એનો ઉલ્લેખ એટલું બતાવવાને જ કરું છું કે જેઓ અસ્પૃશ્યતાનિવારણની વિરુદ્ધ છે. તેમના ઉપર હું ઉપવાસ આદરું તેની કશી અસર થવાનો સંભવ નથી. ઉપવાસનો હું વિચાર કરું તેની તો એમના ઉપર એથીયે ઓછી અસર થાય એમ બને એ સ્વાભાવિક છે. સત્ય સિવાય બીજું કાંઈ સાય નથી મારા જીવનમાં અમુક સંજોગોમાં ઉપવાસ કરવાની પદ્ધતિએ કેવી રીત સ્થાન લીધું તે વિશે વધારે કહેવાની મને ઈચ્છા થાય છે, પણ એ કહેવાનું ભવિષ્યને માટે હું મુલતવી રાખું છું. અત્યારે તો હું એટલું જ કહીશ કે શ્રી કલપનને અથવા મને અમારા અંતરાત્માએ આદેશેલા માર્ગમાંથી કેાઈ ચળાવી શકશે નહીં. a મતગણતરી બાબત પૂરી પ્રામાણિકતા સાચવવાની પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવ્યા છે છતાં મતગણતરીમાં રોકાયેલ માણસ સામે ઝામારિન દગલબાજીના આરોપ કરે છે તેથી મને દુ:ખ સાથે આશ્ચર્ય થાય છે. હું ઝામારિનને સજજન ગણું છું. એ જાણે છે કે શ્રી માધવન નાયર આખા કેરળમાં આદરપાત્ર ગણાતા જાણીતા ધારાશાસ્ત્રી છે. શ્રી રાજગોપાલાચારી સ્થળ ઉપર હાજર છે અને તેઓ કાર્યકર્તાઓને મદદ કરી રહ્યા છે. ત્યાં કોઈ કાર્ય કર્તા અથવા નેતા એવા મારા જાણ્યામાં નથી જે જરા પણ શ કાપદ વ્યવહાર નભાવી લે. એટલે દગલબાજી વિષે ઝામારિન અથવા બીજા કોઈ માણસના સાંભળવામાં કશું આવે તો તેના ચેકકસ કેસે કમિટીના ધ્યાન ઉપર તેમણે લાવવા જોઈએ. કશા પુરાવાના ટેકા વિનાના અધર આક્ષેપોની તપાસ કરવી અશક્ય છે. આ ચા નૈતિક અને ધાર્મિક સવાલ છે. તેમાં રાગદ્વેષ અથવા પક્ષાપક્ષીને સ્થાન જ ન હોય. સનાતનીઓ અને સુધારકા અને સત્યને