પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ૮ અનશને કયાં થશે ? through before admitting me to the untouchable fold. It has been an effort for the past 50 years. Please send the enclosed to Shastri." પ્રિય ભાઈ દેવધર,

  • સંસાયટીનું ઘર એ જરૂર મારું જ ઘર છે. સ્વેચ્છાએ હું એની બહાર રહ્યો છું. ઈશ્વરની ઈચ્છા હશે તો એ મને પાછા ઘેર મોકલશે.
    • આ ઉપવાસ કયાં શરૂ થશે એનો મને જરા પણ ખ્યાલ નથી. આ અદ્ભુત કસોટી છે. હું એ લાગો છું, કારણ હાડે હું હિંદુ છું. અસ્પૃશ્ય લોકો તરફ આપણે જે વર્તાવ કર્યો છે તે માટે ઈશ્વરની અતિ ભયંકર સાને આપણે શું પાત્ર નથી? મને અસ્પૃશ્યમાં દાખલ કરતાં પહેલાં એ મારી દરેક જાતની તાવણી કરી રહ્યો છે. પચાસ વરસથી હું એની ઝંખના કરી રહ્યો છું. સાથેના કાગળ શાસ્ત્રીને મોકલવા વિનંતી છે.” |

a શિંદેએ અહલ્યાશ્રમ નામના અસ્પૃદ્ધાર આશ્રમમાં બાપુને આવવાનું નિમંત્રણ મોકલ્યું હતું. એને જવાબ : . "I have your touching letter. I have absolutely no notion as to how I am to be disposed of. Therefore it is too early to say anything. I certainly begin the fast here at 12. God alone knows where, when and how it will end. All the same, pray accept my thanks for your sympathy and offer." - તમારી લાગણીભર્યો કાગળ મળે. મને કયાં રાખવામાં આવશે એનો મને કંઈ જ ખ્યાલ નથી. અત્યારે તો કંઈ પણ કહેવું બહુ વહેલું ગણાય. એટલી વાત નક્કી છે કે આજે બાર વાગ્યે મારા ઉપવાસ શરૂ થાય છે. કયાં, કથારે અને કેવી રીતે તેનો અંત આવશે એ એક ઈશ્વર જ જાણે છે. તમારી સહાનુભૂતિ અને આમંત્રણ માટે આભાર.” મીરાને : "I got up at 2-30 today to write to Gurudev, then to Shastri and then to you. I have your tearing letter. At first I thought I would send it to the Governor. But I rejected the thought as soon as it came. You have chosen to enter the furnace. You must remain in it. My Satyagraha is no easy job as you have seen all these years. Drink then the poison to the last dregs. "As I wrote that first letter conveying my vow, I thought of you and of Ba. And for a time I became giddy. How would you two bear the thing? But the voice within said,