પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

નાથજીને કાગળ આત્માને તું ચાહે છે તે તો હું મેશાં તારી પાસે જ છે. જે શરીરની મારફત એ આત્માને તું ચાહતાં શીખી એ શરીરની, એ પ્રેમને ટકાવી રાખવા માટે હવે કશી જરૂર નથી. જ્યાં સુધી શરીરનો ઉપયોગ હોય ત્યાં સુધી જ તે રહે એ સારું જ છે. અને તેના ઉપયેાગ મટી જાય ત્યારે તેને નાશ થઈ જાય એ પણ એટલું જ સારું છે. આ શરીરના ઉપગ કયાં સુધી હોય છે તે આપણે જાણતાં નથી. તેથી આપણે એમ જ માનવું કે કોઈ પણ કારણસર મૃત્યુ થાય એટલે શરીરના ઉપયોગ રહ્યો નહોતો. એથી તને કાંઈ સમાધાન મળે એમ હોય તો હું જણાવ્યું કે વલ્લભભાઈ, મહાદેવ, રામદાસ, સુરેન્દ્ર, દેવદાસ, જેમને હું મા છું તે બધા આ વસ્તુ સરસ રીતે સહી રહ્યા છે. તારા સાથીઓને પ્યાર. કિરણ તારી સાથે છે. તેથી મને આનંદ થાય છે. એ બહુ સારી અને બહાદુર કરી છે. ઈશ્વર તને આ સહેવાનું બળ આપે. e નાથનો કાગળ : એમણે દલીલ કરી નથી પણ જણાવ્યું છે કે આ પગલુ ધન્યું નથી લાગતું. એમાં સમષ્ટિનું શ્રેય નથી, ભાવના અને વિવેક આપનામાં પ્રબળ છે, પણ તેનો પ્રવાહ ધર્મને પંથે હોવા જોઈએ તે નથી. એમને જવાબ :

  • તમારા કાગળની હું રાહ જોતા જ હતા. કાલે રાત્રે જ મળ્યા. તમારી સાથે સંવાદ થઈ શકત તે ગમત. ઉપવાસ દરમ્યાન પણ ઉપવાસનો અધમ મને પ્રત્યક્ષ થાય તો વગર શરમે તતક્ષણ છેડી દઉં. આ જગતમાં મને એક જ શરમ છે : અસત્ય વિચારવા, બેલવા કે આચરવાની.
  • આ કામ બુદ્ધિથી નથી થયું, અંતર્નાદથી થયું છે, પણ બુદ્ધિએ આમ કહ્યું : “ અસ્પૃશ્યતાનો મેલ કાઢવા સારુ તારા જેવા સેંકડેએ કદાચ મરવું પડે.” અનશન હિંદુ ધર્મમાં બહુ પ્રચલિત છે. મને તે હમેશાં પ્રિય લાગ્યું છે. એ આર્તનાદ છે. પ્રધાનને હરાવ તો નિમિત્તમાત્ર છે. એ સહેજે અનશનનું ઘડિયું બન્યા. અનશનના હેતુ કેવળ ઠરાવ બદલાવવાના નથી પણ તે બદલાવવાના પ્રયત્નમાંથી જે જાગૃતિ ને શુદ્ધિ નીકળવાં જોઈ એ આણવાનો છે. મતલબમાં અસ્પૃશ્યતાની જડને હલાવવાના આ અવસર હતો.
  • ખરું છે કે ધારેલું પરિણામ આવે તેથી પગલું" ધર્યું છે એમ નિશ્ચયપૂર્વક ન જ કહી શકાય. એ નિશ્ચય તો સામે પોતાને સારુ કરવા રહ્યો; ને જે તે કરવાની પોતાની શક્તિ ન હોય તો ગુરુજનના અભિપ્રાયને માન. મને પગલું ધમ્ય લાગે છે, એટલું જ નહીં, મારે સારુ ફરજિયાત – આવશ્યક લાગે છે. આટલું વિચારીને મને ફરી લખજો. મારાથી નરાશ ન થજો. તમારું ખરજવું ગયું હશે.”