પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રાષવાળાથી ઉપવાસ ન થાય પ્રા. ત્રિવેદીને :

  • તમારી પ્રેમાળ લીટીઓ મળી છે. તમારો પ્રેમ હું જાણું છું. ઈશ્વર કાંઈ આકાશમાં નથી. આવા નિર્મળ પ્રેમ મારે સારુ ઈશ્વરરૂપ છે ને તે જ મારી પાસે આવા યજ્ઞ કરાવે છે.”

આજના સરસ કાગળામાં અભ્યાસ સાહેબને અને શ્રી પરચૂરે શાસ્ત્રીને, અને તારામાં રવિબાબુ, સરલાદેવી ચોધરાણી તથા ઈટાલીની પેલી ત્રણ બહેનાના. આજે બાપુએ સાંજે છાપાંઓને મુલાકાત આપી. આવીને કહે કે * દિલ્હીમાં છેલ્લે દિવસે થયું હતું તેમ થયું. મને પોતાને ખબર નથી પડતી કે એટલું સુંદર નિવેદન શી રીતે આવી ગયું. ઉપવાસનું રહસ્ય અગાઉ મેં આવી રીતે કોઈ વાર બતાવ્યું નથી. “ટાઈમ્સ’વાળા ભલે થાય અને શબ્દેશબ્દ આપે તો સારું.” સવારે રવિબાબુને કાગળ લખ્યા પછી મેં એકબે પ્રશ્નો કર્યા : ૮૮, મૅકડેનડ જેવા ભરાડી માણસે વિધિનિષેધ વિનાના માણસેને વશ થઈ કરેલ ઠરાવ ફરે એટલે આ ઉપવાસ છૂટે એવી શરત રાખી છે, એ એનો દોષ નથી ? એ માણસ ઠરાવ ફેરવે પણ તેમાં એની હૃદયશુદ્ધિ તા થઈ જ ન હોય.” e બાપુ કહે : “ના, એમાં શું ? હૃદયશુદ્ધિ ન થાય, પણ બીજા પરિણામ આવ્યા વિના ન રહે. હિંદુ સમાજની શુદ્ધિ થાય એટલે બસ.” હું : “ આપ હિંદુ સમાજ પાસે શુદ્ધિ માગો છો અને તે સાત દિવસમાં જ થઈ જવી જોઈ એ એ દુરાગ્રહ નથી? ” | બાપુ: ** ના, સાત દિવસમાં નથી માગતો. સાત દિવસમાં જે માગુ છું તે તો થોડું જ છે. અને મારા ઉપવાસ લંબાય તો શું ખોટું? એ લંબાય એટલે જેટલા ખળભળાટ થવાની હોય તે થાય. અને મેકડીન૯૩ ન સાંભળે તેચે શું ? બધું જ ભગવાન કરી રહ્યો છે, કરાવી રહ્યો છે, ત્યાં એની લીલા જોઈ ને નાચવાનું કે ચિડાવાનું ? “ જૂગટું રમનારનું જૂગટું હું છું અને છળ કરનારનો છળ હું છું ' એમ કહીને એણે આડા આંક વાળ્યા. એ જાણ્યું પછી આ દેહ પડી જાય એની શી પરવા? છળ કરાવનાર એ છે. ઉપવાસ કરાવનાર એ છે.” વલ્લભભાઈ ને કહે : “ તમારામાં રાષ ભરેલું છે. એ રોષ છે ત્યાં સુધી ઉપવાસ આદરતા નહીં, કોઈની પાસે આદરાવતા નહીં. બધાને કહેજો, જેનામાં ક્રોધને છાંટા ન હોય તેણે આ બાજી ખેલવાની છે. બીજાને ઉપવાસની પ્રતિજ્ઞા લેવાનો અધિકાર નથી.