પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧
આ ડેસે મરવાનો નથી

“તમારા સંદેશાથી હૃદય દ્રવ્યું. આત્મશુદ્ધિના આ ઉપવાસની અસર સઘળા ધર્મસંપ્રદાચા ઉપર પડે અને જીવતી જાગતી ગાંઠથી તે સૌને અને આપણને બધા. મારી છેલ્લી મુસાફરી દરમ્યાન તમે મને ઇજિપ્તની જે કામળી ભેટ આપી હતી તે, આ લડતમાં મને અકબર અને રહીમ અહલાનું ઢાંકણ આપી રહી છે. – ગાંધી”

આ તાર જોઈ ને સરોજિની કહે : “હું કહું છું કે આ ડેાસે મરવાના નથી.”

આ પછી એક વાગ્યે ઍસોશિયેટેડ પ્રેસ તરફથી ખબર આવી કે કેબિનેટે સમાધાન સ્વીકાર્યાને ઠરાવ આવી ગયેલ છે. મેજર ભંડારી ઉપર પણ ડોલને ટેલિફોન આવ્યો, અને એ ત્યાં ગયા. દોઢ કે બે વાગ્યે કવિ આવ્યા. ઘણી વખત ભેટી રહ્યા. કવિના કરતાં બાપુની લાગણી વધારે ભરાઈ આવી હતી. કવિએ શાંતિનિકેતનમાં ઉપવાસથી આવેલી જાગૃતિની વાત કરી. ત્યાંના ઢેડભંગીઓની સભાની વાત કરી અને પછી શાંતિથી છાયામાં જઈ ને બેઠા. બે વાગ્યા, ત્રણ વાગ્યા, ચાર વાગ્યા પણ સરકાર તરફથી કાંઈ જવાબ ન આવ્યા. ધડીઓ અને મિનિટો કલાક જેવડી લાગતી હતી. સૌ કહેતા હતા કે “આ તે કેટલું ઘાતકીપણું ?”

સવા ચાર વાગ્યે ડેઈલ સરકારનું નિવેદન લઈ ને આવ્યા. બાપુને વાંચવાનું કહ્યું. વાંચી ગયા. બાપુ કહે : “આંબેડકરના અભિપ્રાય જાણ્યા વિના કશું જ ન થઈ શકે. એ લોકોને સંતોષ હોય તો જ આપણાથી એ સ્વીકારાય. અને બીજી અપષ્ટતાએ પણ પુષ્કળ છે.” કુ ઝરુ, રાજાજી, વલભભાઈ બધા વિચારવા લાગ્યા. સૌને સંતોષ થા, અને બાપુને જઈને સમજાવ્યું કે હવે વધારે આગ્રહ કરવાની જરૂર નથી. રાજાજીએ કહ્યું : “એ લોકોને તે આ પસંદ છે જ. એટલાની એ લોકોએ આશા રાખી નહોતી.”

આખરે બાપુએ કહ્યું : “બસ, તમે બધા કહે છે. તે ભલે. ડૉઈલને બેલાવો.” ડોઈલને બોલાવીને બહુ ધીમે અવાજે કહ્યું : “આ અસ્પૃશ્યતાનિવારણનું કામ ચાલુ રાખવાને માટે હમણાં મને જે છૂટ આપી છે તે તમારે ચાલુ રાખવી પડશે.”

ડૉઈલ કહે : “હું સરકારને વાત કરીશ. મારાથી તો કશા જવાબ નહીં અપાય.” પછી રાજી થઈને રજા લેતાં કહે : “ મિસિસ ગાંધીના હાથે તમે ઉપવાસ તોડશો એવી આશા રાખું છું.” એમ કહીને બાની પાસે જઈ ને બાની સાથે હાથ મેળવ્યા.

એને બાપુએ કહ્યું : “મારે પરચૂરે શાસ્ત્રીની જરૂર છે.” શાસ્ત્રીને બોલાવવામાં આવ્યા. બાપુની જમણી બાજુએ ખુરસી ઉપર કવિ બેઠા, ડાબી