પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
મહાન સાધ્વીઓ

ખાવી પડી, પણ પાછાં તરત ઉઠીને ઉભાં થઈ જતાં. વળી પાછાં પડતાં અને ઉભાં થતાં. એમ કરતે કરતે એ હવે અતિશય સાવધાન થઈને ચાલતાં શીખ્યાં. હવે તેમની આત્મદૃષ્ટિ ઉઘડી ગઇ. પરમાત્મા સાથે આત્માનો યોગ સાધવા સારૂ તેમણે હવે સાધના કરવા માંડી. થોડાજ દિવસ પૂર્વે ટેરેસાને થોડાક ઉચ્ચકક્ષ સાધુઓનાં દર્શન-સમાગમનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. એ સાચા સાધુઓનાં નિર્મળ ચરિત્ર, ઉંડો ધર્મવિશ્વાસ અને પવિત્ર પ્રભુપ્રેમ જોયો, ત્યારેજ ટેરેસા ધર્મજીવનનું ગૂઢ રહસ્ય સમજી શક્યાં હતાં. એ સાચા સાધુઓના સત્સંગ ઉપરાંત ચારિત્રરૂપી મૂગા અને અસરકારક ઉપદેશે તેમના અંતરમાં અસાધારણ તેજસ્વી ધર્મભાવ ઉત્પન્ન કર્યો હતો. ટેરેસા પોતે એ વિષે લખે છે કે:-

આ બે સાધુ પુરુષોમાંથી એકના સમાગમમાં આવતાંજ મારા હદયમાં એક આશ્ચર્યકારક આધ્યાત્મિક શક્તિ ઉત્પન્ન થઈ. મનમાં એમજ થવા લાગ્યું કે, મારાથી બની શકે નહિ એવુ આ જગતમાં કાંઈ પણ નથી.”

એ સમયથી ટેરેસાએ હઠયોગીઓની પેઠે દેહદમન કરવા માંડ્યું. એમની એ કઠોર સાધનાની વાત સંભારતાં પણ વિસ્મય ઉપજે છે. પોતાની પ્રકૃતિને જીતવાનો તેમણે સખ્ત યત્ન કર્યો. જાડા કપડાને એક ઝબ્બો બનાવ્ચે, કાંટાના બિછાના ઉપર સૂવા માંડયુ. એથી એમના સુકુમાર શરીરમાં ઉઝરડા થઇ લેાહી નીકળવા માંડયું. એમણે ઘણોજ થોડો આહાર કરવા માંડ્યો, મદ્યપાનને તે હવે એ સ્પર્શ પણ કરતાં નહિ. ઘેાડાઓને ઓઢાડવા માટે જે જાડી હલકા પ્રકારની ધાબળી વાપરવામાં આવે છે એવી ધાબળીનો એક ઝબ્બો એ પહેરતાં. એ ધર્મશીલા સાધ્વીનું અંત:કરણ સાધનાની ઉત્તમ અવસ્થાએ પહોંચવા સારૂ કેટલું વ્યાકુળ હતું, તે તેમના દેહદમનથી સમજાશે.

એ ઉપાયો દ્વારા ટેરેસાએ પ્રકૃતિના ઉપર જય મેળ્વ્યો . તેમના અંતરમાંના સંગ્રામ ઓછો થઈ ગયો. હવે એ પાતાના જીવનને એ આપત્તિમાંથી છૂટેલુ ગણવા લાગ્યાં. હવે એમને ખસી પડવાનો સંભવ રહ્યો નહિ. એમનું ચરિત્ર લખનાર સન્નારીએ ટેરેસાના જીવનની એ અવસ્થાને ધર્મજીવનનું પહેલું પગથીઉ ગણ્યું છે.

ત્યારપછી એ સાધક સન્નારીએ ધર્મસાધનાના બીજા પગથીઆ ઉપર ચઢવાનો યત્ન કરવા માંડ્યો. એ સમયની અવસ્થા