પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬
મહાન સાધ્વીઓ


સદાને માટે ખીલે છે. આ વાત ધ્યાનમાં રાખ્યાથીજ ધાર્મિક પુરુષોની દુર્બળતાની પળોમાં તેમને ઠગારા કે ઢોંગી ગણી કાઢીને તેમની નિંદા ન કરતાં, તેમની પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ કરી શકાય છે.

ઈ. સ. ૧૬૭૦ ના ઓક્ટોબર માસમાં મેડમ ગેયાઁને શીતળાનો ઘાતકી રોગ લાગુ પડ્યો. રોગની વેદનામાં એ ભક્તિમતી સાધ્વીનો વિશ્વાસ અને પ્રભુ ઉપરનો આધાર સોગણો વધી ગયો. એમનું શરીર હવે શક્તિહીન થઈ ગયું, અંગનું લાવણ્ય ઝાંખું પડી ગયું; પરંતુ એમના હૃદયના આધ્યાત્મિક પ્રકાશથી આખું જીવન ઉજ્જ્વલ થઈ ગયું. એ સખ્ત પીડામાં એ પાતાના હૃદયદેવતાના દુર્લભ પ્રેમ અનુભવીને આનંદ તથા ભાવાવેશથી પૂર્ણ થઈ ગયાં. એમના મનના એ આનંદ અને આત્માની એ અવસ્થા સંબધે એ લખી ગયાં છે કે “આ અવસ્થાએ મારા આત્માને એટલો બધો આનંદ આપ્યેા હતો કે એના બદલામાં હું સમૃદ્ધિશાળી રાજાની અવસ્થા પણ લેવાનું ચાહું નહિ.”

મેડમ ગેયાઁ એ કઠિન પીડામાંથી સાજા તો થયાં, પરંતુ તેમનો કુસુમ જેવો સુકુમાર બાળક માતાના ખોળાને સૂનો બનાવીને સંસારમાંથી ચાલ્યો ગયો. મોટો છોકરો દાદીની ખોટી શીખવણીએ ચઢીને માતાની ઇચ્છાનુસાર વર્તતો નહોતો, એટલા માટે જનનીએ આ બીજા છોકરાને પોતાનાજ સ્નેહમાં ઉછેરીને સારો માણસ બનાવવાનું ધાર્યું હતું. એટલા માટે એ પુત્રના મૃત્યુનો ઘા માતાને માટે ઘણો મર્મપીડક થઈ પડ્યો. પરંતુ એ આપત્તિના સમયમાં તેમણે ઈશ્વરના સામું જોઈને શોકનું સંવરણ કર્યું અને કહ્યું કે “ઈશ્વરે આપ્યો તોતા, અને ઈશ્વરેજ તેને લઈ લીધો છે. તેનું નામ જયયુક્ત થાઓ.”

આ દારુણ શોકના આઘાતથી મેડમ ગેયાઁના હૃદયમાં એક નવો ભાવ ખીલી નિકળ્યો. એ સમયથી એ કરુણ અને મર્મસ્પશી કવિતા રચવા લાગ્યાં.

પરંતુ હાય ! આ ધર્મશીલા નારીના ભાગ્યમાં કાંટાવાળા માર્ગમાં ઘવાયલા પગેજ ચાલવાનું લખ્યું હશે એમ લાગે છે. એટલા માટે શોક ઉપર શોક અને સંગ્રામ ઉપર સંગ્રામ આવીને તેમના કોમળ અતઃકરણ ઉપર કઠોર આઘાત કરવા લાગ્યા. મેડમ ગેયાઁના પુત્રના મૃત્યુને એક વર્ષ થયા પછી તેમના સ્નેહાળ પિતાએ પરલોકવાસ કર્યો ત્યારપછી તેમને પ્રાણ કરતાં પણ અધિક