પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૭
સાધ્વી ગેયાઁ


વહાલી એક કન્યાને ગુમાવવાનો પ્રસંગ આવ્યો. એ છોકરી જાણે કોઇ સૌંદર્યના દેશમાંથી, મુખમાં અલૌકિક માધુર્ય અને મનમાં સરળતા લઇને આ સંસારમાં આવી હતી. જીવી હોત તો કદાચ એનામાં માતાનો ધર્મભાવ ખીલી નીકળત. એ કન્યા માતાને આંખો મીંચીને બેઠેલી જોઈને કહેતી ‘મા ! તમે ઉંઘી ગયાં છો ? ના, મા ! તમે પ્રાર્થના કરો છો.’ એટલું કહીને એ નાની કન્યા પતે પણ બે હાથ જોડીને સુંદર પ્રાર્થના કરવા મંડી જતી.

એ બધા શોક અને દુઃખ પછી એ ભક્તિમતી સાધ્વીના હૃદયમાં એક મધુર ભાવની સ્ફુરણા થઈ. એમનો એ ભાવ આપણા દેશના વૈષ્ણવોના ભાવને ઘણે ખરો મળતો આવે છે. એ વખતે એમણે એક પત્રમાં પોતાની સહી કરી હતી, એ પત્રને સારાંશ નીચે પ્રમાણે છેઃ

“જો કે હું તેના પ્રેમને યોગ્ય નથી છતાં પણ હું ઈશ્વરને પતિરૂપે વરૂં છું અને તેનાજ હાથમાં આત્મસમર્પણ કરું છું. પરમાત્માની સાથે આત્માનો વેગ સાધીને હું તેની ઈચ્છાની સાથે મારી ઇચ્છાને જોડી શકું; શાંત અને પવિત્રભાવથી ઈશ્વરની. ઈચ્છા સાથે મારી ઈચ્છાને એક બનાવી શકું, એજ એકમાત્ર અભિલાષા છે.”

૪-સંસારમાર્ગમાં એકલવાયાં

વૈષ્ણવોમાં એક ઘણી સુંદર વાત પ્રચલિત છે. ભાગવતમાં ઈશ્વરે ભક્તને કહ્યું છે કે:- “જે મારી આશા કરે છે, તેનું હું સર્વનાશ કરું છું અને એમ છતાં પણ જે આશા છોડતો નથી તેના દાસનો હું દાસ બનું છું.”

મેડમ ગેયાઁના જીવનમાં એ કથા અક્ષરે અક્ષર સાચી પડી હતી. સાંસારિક નજરે જોતાં ખરેખર તેમનું સત્યાનાશ વળી ચૂક્યું હતું, પરંતુ એમ છતાંયે એક પણ દિવસ તેમણે ઈશ્વરને પ્રાપ્ત કરવાની આશા મૂકી દીધી નથી. પ્રાર્થના અને ઉપાસના ઉપરથી ચિત્ત ઉઠાવ્યું નહોતું. એટલા માટેજ એમના પ્રેમદેવતા ઈશ્વરની સાથે તેમના પ્રેમનો સંબંધ સ્થપાયેા. ફ્રાન્સ દેશના ધાર્મિક પુરુષ ફ્રેનલોં જેવાની પણ એ ભક્તિ આકર્ષી શક્યાં.

મેડમ ગેયાઁના ઘરમાં મૃત્યુએ પ્રવેશ કરીને તેમના સ્નેહવૃક્ષ ઉપરથી બે સુંદર કળીઓ ચુંટી લીધી હતી તે અમે આગળ કહી ગયા છીએ. આ વખતે મૃત્યુએ વંટોળીઆના રૂપમાં આવીને