પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦
મહાન સાધ્વીઓ

પણ સ્થાપના કરી. એ નિશાળમાં નીચલા વર્ગનાં સેંકડો તરુણ વયનાં સ્ત્રીપુરુષો દાખલ થયાં. એ બધાં તરુણ સ્ત્રીપુરુષોની ચાલચલણ એટલી બધી ખરાબ હતી તથા એમના સ્વભાવ એવા બગડેલા હતા, કે તેમને જોઈને મેરી કાર્પેન્ટરનું હૃદય પણ કંપી ઉઠતું. પરંતુ તેમના ઉન્નત ચારિત્રનો પ્રભાવ એવો હતો કે એ દુરાચારીઓના હૃદય ઉપર પણ તેમણે ધીમે ધીમે વિજય મેળવ્યેા. એ બધાં પાપી નરનારીઓએ પાછળથી સુધરી જતાં મેરી કાર્પેન્ટર આગળ પોતાનો આભાર પ્રગટ કરતી વખતે જે વૃત્તાંત લખી મોકલ્યાં છે તે વાંચ્યાંથી શરીર રોમાંચિત થઈ જાય છે.

બાળક ગુન્હેગારોને સુધારવાની શાળા

મેરી કાર્પેન્ટરે દરિદ્રવિદ્યાલયનાં બાલકબાલિકાઓ સાથે કામ કરતાં કરતાં જોયું કે અનેક બાળકો આ વિદ્યાલયમાં દાખલ થતી વખતે ચોરી કરવાની ટેવવાળાં હોય છે. એ વખતમાં નાની ઉંમરનાં બાલકબાલિકાઓને પણ ચોરીના અપરાધની સજાતરીકે પુખ્ત વયનાં કેદીઓની સાથે એકજ કેદખાનામાં રહેવું પડતું. અપરાધીઆને સજા કરવાનો મુખ્ય ઉદ્દેશ એ હોવો જોઈએ કે એથી અપરાધીની ચાલચલણ સુધરી જાય. પરંતુ વારે ઘડીએ સજા ભોગવ્યાથી તથા વારંવાર કારાગારમાં વાસ કર્યાથી તેમનું ચરિત્ર વધારે બગડ્યું હતું. વધારે ખરાબ તો એ હતું કે, પુખ્તવયના અને અલ્પવયના કેદીઓને કારાગૃહમાં એકસાથે રહેવું પડવાથી એ નાની વયનાં બાળકોની ચાલચલગત સુધરતી નહિ; એટલું જ નહિ પણ ઉત્તરોત્તર બગડતી હતી. એનું પરિણામ કેવું વિષમય આવે છે એ મેરી કાર્પેન્ટર સારી પેઠે સમજી શક્યાં હતાં. મેરી કાર્પેન્ટર એમનામાંના કેટલાકને સન્માર્ગમાં લાવવાને સમર્થ થયાં હતાં, તોપણ એ લોકોના અનુભવ ઉપરથી એમની ખાત્રી થઈ હતી કે, દરિદ્ર-વિદ્યાલય મારફતે એ પ્રકારનાં બાલકબાલિકાની ચાલચલગત સુધરશે નહિ. એમને સુધારીને માણસના ઢંગમાં લાવવાં હોય તો એમને માટે એક સ્વતંત્ર વિદ્યાલયની જરૂર છે. દર સાંજના અનુભવથી એમનો એ સંકલ્પ વધારે દૃઢ બનતો ગયો. એમણે એ વિષય સંબંધી જ્ઞાન ધરાવનારા કેટલાક માણસો સાથે એ બાબત પત્રવ્યવહાર ચલાવ્યો, અને નાની વયના અપરાધીઓનું વર્ણન એકઠું કરીનેતે વિષય ચર્ચાવાનો આરંભ કર્યો.

કેટલાક મહિના સુધી એ વિષય સંબંધી ચર્ચા કર્યા બાદ નાની વયનાં અપરાધીઓ સારૂ સ્વતંત્ર વિદ્યાલય સ્થાપવાની