પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮
મહાન સાધ્વીઓ

ઈશ્વરની સાથે આપણા આત્માનો સંબંધ જોડવો જોઇએ. એવી રીતે ઈશ્વરની સાથે યોગ સાધીશું ત્યારેજ આપણે ઈશ્વરને પ્રાપ્ત કરી શકીશું.”

‘‘આપણે જડવાદ અને અજ્ઞેયવાદની વચમાં થઈને જતાં જતાં જ્યારે એક વાર વિશ્વાસનો પ્રકાશ પ્રાપ્ત કરીએ છીએ, ત્યારેજ જાણીએ છીએ કે, ધર્મવિશ્વાસ એ કેવી મૂલ્યવાન વસ્તુ છે. એ અવસ્થામાં થઈને વિશ્વાસ પ્રાપ્ત થઈ શકતો નથી, ત્યાંસુધી આપણે સમજી શકતાં નથી કે, એનું–પ્રભુ ઉપરના વિશ્વાસનું-મૂલ્ય કેટલું બધું વધારે છે. મનુષ્યના અંતઃકરણમાં વિશ્વાસ જરૂર આવશે, પછી તે આજે આવો કે થોડા દિવસ પછી આવો. ઈશ્વરનું અસ્તિત્વ છે એ સિદ્ધાંત જેટલો સાચો છે, તેટલુંજ એ પણ સત્ય છે કે, એના ઉપર આપણો વિશ્વાસ કેાઈ ને કોઈ દિવસ બેસશે. મારી એ વાત પણ સાચી છે કે, જે ઈશ્વર માનવાત્માને હજારો વર્ષો થયાં ઉન્નતિને માગે લઈ જઈ રહ્યો છે તે ઈશ્વર શું મનુષ્યને સંશય, નાસ્તિકતા અને ઈદ્રિયાસક્તિમાં પડી રહેવા દઈ શકે ? કદી પણ નહિ. જ્યારે વખત આવશે, ત્યારે એ પોતાના નિયમ અનુસાર મનુષ્યના આત્માની આગળ નવા નવા ભાવ પ્રગટ કરશે. એ કેવા પ્રકારે પ્રગટ કરશે ? ઈશ્વરે પાછલા યુગોમાં જે પ્રમાણે મહાપુરુષો દ્વારા પોતાને પ્રગટ કર્યો છે, તે પ્રમાણે તે હવે પછી પણ પોતાને પ્રગટ કરી શકે, અથવા તો કોઈ અન્ય પ્રકારે પણ તે પોતાનો પ્રકાશ પ્રગટ કરી શકે, કે જે પ્રકાશનો અનુભવ અત્યારે કોઈ કરી શકતું નથી. ઈશ્વરજ આપણા ઉપર રહ્યો છે અને સ્વર્ગમાં આપણે સારૂ રાહ જુએ છે. યુરોપના વિજ્ઞાનવેત્તાઓ જોરપૂર્વક બોલે છે કે, પૃથ્વી કેવળ જડ પદાર્થથી પરિપૂર્ણ છે, પરંતુ હું તો મોટે સાદે કહી શકું છું કે, ઈશ્વર છે અને સ્વર્ગ પણ છે. નાસ્તિકતા ફ્કત એકાદ રાતસુધી આપણા મન ઉપર માયાજાળ ફેલાવી શકે; પણ ત્યાર પછી બીજે દિવસે હૃદય ઉપર ધર્મનું રાજ્ય સ્થપાઈ જશે, એકેશ્વરવાદનો જય થશે. આપણે જે પ્રકારે એકેશ્વરવાદનો પ્રચાર કરી રહ્યા છીએ, તેજ પ્રકારનો સર્વ કાળમાં જય થશે, એવું હું કહી શકતી નથી, પરંતુ ઈશ્વર એક છે, તે પ્રેમસ્વરૂપ છે, ન્યાયવાન છે, મૃત્યુ પછી પણ જીવન છે; એ સત્યના પાયા ઉપર બધા ધર્મનો આધાર છે, એ સત્ય હમેશાં કાયમ રહેશે.”

૪–સેવા અને શેષજીવન

કુમારી કૉબ દેશવિદેશમાં ભ્રમણ કરીને તંદુરસ્ત થઈને ઘેર