પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦
મહાન સાધ્વીઓ

નાની છોકરીઓ મહેનતમજુરી કરતી, પણ એથી એમને જે પૈસા મળતા તેથી એમનું પેટ ભરાતું નહિ. બાલિકાઓ ભૂખમરો નહિ વેઠી શકાયાથી ચોરી કરતી. એ બધાં દુઃખી અને દરિદ્ર મનુષ્યોને માટે કુમારી કૉબનું હૃદય પીગળી ગયું. એમની અવસ્થા સુધારવા સારૂ એ તન-મન-ધનથી પ્રયત્ન કરવા લાગ્યાં. તેમના પરિશ્રમનું પરિણામ એ આવ્યું કે, પાર્લામેન્ટે ઇ. સ. ૧૮૬૮ ની ૩૧ મી જુલાઈએ મજુરોને માટે એક કાયદો પસાર કર્યો. એ કાયદાથી તે વર્ગને ઘણો લાભ પહોંચ્ચેા હતો.

કુમારી કૉબ બાલ્યાવસ્થામાંથીજ બીજા પ્રાણીઓને ઘણું ચાહતાં હતાં. એમના ઉપર થતી નિર્દયતા તેમનાથી સહન થઈ શકતી નહિ. એ વિષયમાં એમના બાળપણના એક બનાવનો ઉલ્લેખ કરીશુ. કુમારી કૉબ જ્યારે બાળક હતાં, ત્યારે તળાવમાંથી માછલાં પકડતાં. એક દિવસ તેમણે જોયુ, કે પાણીમાં કેટલાંક સુંદર માછલાં રમી રહ્યાં છે. એ દશ્ય જોતાંવારજ તેમના મનમાં વિચાર ઉપજયો કે ઈશ્વરે જેમને આટલા બધા સુખમાં રાખ્યાં છે તેમનો સંહાર કરવો, એ શું વ્યાજબી છે? એ દિવસથી એમણે માછલાં પકડવાનું બિલકુલ છોડી દીધું. ત્યારપછી મોટી ઉંમરે પશુઓના કલેશ અને વેદના જોઈને તેમના હૃદયને ઘણો ઉંડો ઘા લાગ્યો હતો. મનુષ્ય પ્રતિદિન સ્વાર્થની ખાતર, આમોદપ્રમોદની ખાતર અને આહારની ખાતર તો પશુઓને કષ્ટ આપેજ છે. તેમાં વળી વૈજ્ઞાનિક પંડિતો પશુઓ પ્રત્યે કેવો નિર્દય વ્યવહાર કરે છે; એનું સ્મરણ કર્યાથી તે શરીર રોમાંચિત થાય છે. વૈજ્ઞાનિકોનો ઉપાય કરવા સારૂ અથવા અમુક દવાની શેાધ સારૂ, જીવતાં પશુઓના શરીરમાં ઝેરી જતુઓ દાખલ કરતાં, અને તેમનાં અંગનો છેદ કરતાં પણ સંકેચાતા નથી. એને લીધે એ બધાં નિરાધાર પશુઓને કેટલી ભીષણ વેદના વેઠવી પડે છે, તે નજરે દીઠા વગર સમજી શકાય એમ નથી. કુમારી કૉબ વૈજ્ઞાનિકોની પ્રયોગશાળાઓ જોઈને સ્થિર બેસી શકયાં નહિ. તેમણે પશુઓ ઉપર ગુજરતા ત્રાસનું નિવારણ કરવા ખાતર એક સભા ઇંગ્લઁડમાં સ્થાપી. એ સભાને પશુક્લેશનિવારિણી સભા કહે છે. વૈજ્ઞાનિકોના ઘાતકી આચરણનો વિરોધ કરવો એજ એ સભાનો ઉદ્દેશ્ય હતો. એ ઉપરાંત પશુઓના બીજા પણ કલેશ ટાળવાનો યત્ન એ સભા તરફથી થવા માંડયો. અનેક પ્રતિષ્ઠિત માણસો એ સભાના સભાસદ થયા. એ સભાની ખાતર