પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨
મહાન સાધ્વીઓ

કર્તવ્ય સમાપ્ત કર્યું નહિ. તેમણે કુમારી કૉબને દરવર્ષે એકસો પાઉંડ (પંદરસો રૂપિયા) આપવાનો બંદોબસ્ત કર્યો.

કુમારી કૉબનું એક બીજું કામ, દરેક વર્ગની સ્ત્રીઓની ઉન્નતિનો પ્રયાસ કરવાનું હતું. એ જે સમયમાં તરુણ વયનાં હતાં તે સમયમાં ઇંગ્લઁડની દરેક વર્ગની સ્ત્રીઓની દુર્ગતિ દૂર થઈ નહોતી. કેટલીએ સ્ત્રીઓ આખી જીંદગી નિર્દય અને સ્વાથી પુરુષોનો જુલમ સહન કરીને, આંખમાંથી આંસુ ઢાળતી ઢાળતી આ પૃથ્વીમાંથી વિદાય થતી; પરંતુ કુમારી કૉબ આ દૃશ્યને સહન કરી શક્યાં નહિ. તેમનું હૃદય પીગળી ગયું અને સઘળા વર્ગોની સ્ત્રીઓનાં દુઃખ દૂર થાય, તેમને સ્વતંત્રતા અને ઉંચા અધિકાર મળે એટલા માટે અત્યંત ઉત્સાહ અને પરિશ્રમપૂર્વક પ્રયત્ન કરવા લાગ્યાં. કેટલીકએક બાબતમાં એ સન્નારીનો પરિશ્રમ સફળ નીવડ્યો તથા એમની સાથી બહેનોના પ્રયત્નથી પાર્લામેન્ટે એક કાયદો પસાર કર્યો, તેને લીધે દુઃખી નારીઓનાં દુઃખ કેટલેક અંશે દૂર થયાં. અર્ધશિક્ષિત અને અશિક્ષિત અથવા સગૃહસ્થમાં ખપતા શિથિલ પ્રકૃતિના સુરાપાનમત્ત પુરુષો પોતાની પત્નીઓને માર મારતા અથવા તો એમના પ્રત્યે બીજી રીતે ઘોર અત્યાચાર કરતા. તે માર્ગ ઘણો ખરો બંધ થઈ ગયો :–

એ સમયમાં કન્યાઓ વિશ્વવિદ્યાલયની ઉંચામાં ઉંચી પરીક્ષા પસાર કરી શકતી, પરંતુ તેમ છતાં પણ એમને ઉપાધિ મળી શકતી નહોતી. એ અન્યાયી કાયદો દૂર કરાવવા ખાતર કુમારી કૉબે ઘણો પ્રયત્ન કર્યો હતો. એ સમયના લંડન યુનિવર્સિટીના પ્રમુખ લૉર્ડ ગ્રેન્ડવિલે એમના પક્ષનું સમર્થન કરવાની આશા પણ આપી હતી. કુમારી કૉબે ૭૦ વર્ષની વયપર્યંત પોતાના રક્તનું બિંદુએ બિંદુ લોકહિતના કાર્યમાં વાપર્યું હતું.

કુમારી કૉબની સેવા સંક્ષેપમાં ઉપર કહેવામાં આવી. હવે એમના પરિચયમાં આવેલા બે ચાર માણસોની બાબતમાં કાંઇક કહીશું.

અમેરિકાના મહાત્મા થિયોડર પાર્કર પ્રત્યે કુમારી કૉબને અગાધ ભક્તિ હતી. એક તો એ સાધુ પુરુષ હતા, અને બીજું તેમનાં પુસ્તકો વાંચીને કુમારી કૉબે યથેષ્ટ પ્રકાશ પ્રાપ્ત કર્યો હતો. ઈ. સ. ૧૮૬૦ માં એ સાધુપુરુષ ઇટાલિના ફ્લોરેન્સ નગરમાં બિમાર હતા ત્યારે કુમારી કૉબ એ શહેરમાં જઈ પહોંચ્યાં; એમનો ઘણા દિવસનો મનોભિલાષ પૂર્ણ થયો. પાર્કરના દર્શનથી એ પોતાના જીવનનું