પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૫
સાધ્વી લુઇસા

આવડતા નહોતા અને બીજાઓના ઉપર વિશ્વાસ રાખીને એને કામ કરવું પડતું.

આત્મવિશ્વાસની એ ખામીને લીધે રાજાથી સૈન્યની આગેવાની લેવાઇ શકી નહિ, અને ‘જેના’ના યુદ્ધમાંથી તેને પલાયન કરવું પડ્યું. બોનાપાર્ટે વિજેતાતરીકે બર્લિન રાજધાનીમાં પ્રવેશ કર્યો. રાણી લુઇસાના દુઃખ અને આપત્તિનો પાર રહ્યો નહિ. એ દુઃખ પતિમાં સાહસ, ધૈર્ય અને દૂરંદેશીની ખામીને લીધે આવી પડ્યું છે એ જાણવા છતાં પતિ પ્રત્યેના પ્રેમ અને ન્યૂનતામાં એમણે જરાયે ઉણપ આવવા દીધી નથી. પતિનો દોષ એક દિવસ પણ કાઢ્યો નથી, એટલું જ નહિ પણ એ દોષને હૃદયમાં પણ વસવા દીધો નથી. આપત્તિના સમયમાં એમનો પતિપ્રેમ વધારે દૃઢ થયો અને એક આદર્શ પત્નીતરીકે એમણે એમની સેવાચાકરી કરી. ઘોર આપત્તિના સમયમાં એક દિવસ પણ એમણે નિરાશાનો અનુભવ કર્યો નથી. પ્રશિયા એક દિવસ જરૂર સ્વતંત્રતા પુનઃ પ્રાપ્ત કરશે એ આશામાંજ એ જીવતા હતા. ધૈર્યની પરીક્ષા આપત્તિસમયેજ થાય છે. એ પરીક્ષામાં રાણી લુઇસા સારી રીતે પાર ઉતર્યાં હતાં. એમની એ સફળતાનો યશ એમણે બાલ્યાવસ્થામાં પ્રાપ્ત કરેલા ધર્મજ્ઞાનનેજ છે. ધર્મજ આપત્તિને સમયે ધૈર્ય પ્રદાન કરી સહાયતા આપે છે. રાજ્યભ્રષ્ટ થયા પછી તેમણે પોતાના પિતાને જે પત્ર લખ્યો છે તે ઉપરથી એમનો ઉંડો ધર્મવિશ્વાસ તથા રાજનીતિના જ્ઞાનનો પરિચય મળી આવે છે. એ લાંબા પત્રમાંથી થોડાંજ વચનો અને નીચે ઉતારીશું.

“પિતાશ્રેષ્ઠ !

અમારૂં સર્વસ્વ ગયું છે – સદાને માટે નહિ તો હાલ થોડા સમયને માટે તો જરૂર અમારૂં સર્વ નાશ પામ્યું છે. આ જીવનમાં મને અધિક સુખની લાલસા નથી. મેં હવે પ્રભુને આત્મસમર્પણ કર્યું છે અને પ્રભુના વિધાનને શાંતિપૂર્વક શરણે થાઉં છું. શાંતચિત્ત પ્રભુમાં વિશ્વાસ રાખ્યાથી મને સાંસારિક સુખ કરતાં ઘણી વધારે એવી કિંમતી માનસિક શાંતિ મળે છે. દરરોજ મારી ખાત્રી થતી જાય છે કે, જે બનાવો બન્યા છે તે બનવાજ જોઇતા હતા. જૂના જમાનાની, શિથિલ અને કઢંગી રાજનીતિ બદલાઈને રાજ્યતત્રમાં સુધારો કરવાની ભગવાનની સ્પષ્ટ ઈચ્છા હતી. મહાન સમ્રાટ ફ્રેડરિક, જે મહાન વીર પુરુષ હતા અને જેમણે આ