પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૭
સાધ્વી લુઇસા

એને લીધે એનામાં વિનય અને નિરભિમાનતા નથી, અને જેનામાં એ ગુણ નથી તે છેવટે પોતાનું સમતોલપણું ખોશે અને એનું અધઃપતન થશે. ઈશ્વરમાં અને સાંસારિક બાબતોમાં એના ડહાપણભર્યા શાસનમાં મને સંપૂર્ણ શ્રદ્ધા છે અને એનું શાસન જોરજુલ્મમાં છે એ હું કદી સ્વીકારતી નથી; એટલે હું આશા રાખું છું કે, હાલની ખરાબ સ્થિતિમાંથી સારૂં જ પરિણામ આવશે. બધા સારા માણસો એજ ઇચ્છે છે અને એનીજ આશા રાખે છે. જે કાંઈ બન્યું છે અને જે કાંઈ બની રહ્યું છે તે અમારે ભોગવવાના પરિણામરૂપ નથી, પરંતુ વધારે સારા માર્ગે અમને પહોંચાડવાના માર્ગરૂપ છે એમ હું માનું છું. લક્ષ્ય બહુ દૂર છે; સંભવ છે કે, અમે એને પહોંચી પણન શકીએ, અને એ પ્રયત્નમાંજ મરણ પામીએ.”

“પ્રભુ જે ધારે છે તે ખરૂંજ હોય છે. એ વિચારથી અને મારા હૃદયમાં દૃઢતાથી અંકિત થયેલી આશાને લીધે મને આશ્વાસન, હિંમત અને શાંતિ મળે છે. આ સંસારમાં બધી વસ્તુઓ પરિવર્તનશીલ હોવાથી આપણે એ બધી ચઢતી પડતી સહન કરવી જોઈએ. આપણે તો એટલીજ કાળજી રાખવી જોઈએ કે, દરેક દિવસે આપણે દુ:ખ સહન કરવાને વધારે તૈયાર થઇએ.”

“પ્રિય પિતાજી ! હું એક અબળા મારા રાજ્યદ્વારી વિચારોનો એકરાર જેટલો કરી શકું તેટલો આ રહ્યો. સંભવ છે કે, મારા આ વિચારોમાં અપૂર્ણતા હશે. એ વિચારો આપની આગળ રજુ કરવા માટે મને ક્ષમા આપશો; પણ આપને એટલી તો ખાત્રી થશે કે, આપની પુત્રીએ આપત્તિના સમયમાં ભગવાનનું શરણુ લીધું છે, અને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો અને પ્રભુના ડરના જે શિક્ષણને માટે હું આપની ઋણી છું, તેનું ફળ મળતું જાય છે. અને જ્યાંસુધી મારા દેહમાં પ્રાણ છે ત્યાંસુધી એ શિક્ષણનું શુભ પરિણામ આવતુંજ રહેશે.”

“વહાલા બાપુ ! આપને જાણીને આનંદ થશે કે, અમારા ઉપર જે જે આપત્તિઓ આવી પડી છે તેથી અમારા દાંપત્યજીવન અને ગૃહસ્થાશ્રમના ધર્મના પાલનમાં જરા પણ અંતરાય આવ્યો નથી. એથી ઉલટું, અમારી સ્નેહગાંઠ વધારે મજબૂત થઇ છે અને અમને એકબીજાને માટે વધારે યોગ્ય બનાવ્યાં છે. મહારાજા સાહેબ મને પહેલાં કરતાં પણ અધિક ચાહે છે અને મારા ઉપર પહેલાં કરતાં પણ વધારે મમતા દાખવે છે. દરેક પ્રસંગે એ