પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૩
સાધ્વી બહેન દોરા

ગમે તે ધર્મનો માણસ હોય પણ જો તે સરળ વિશ્વાસી હોય તો દોરા તેના પર શ્રદ્ધા રાખતી; પણ જો કદાચ તેનામાં કોઈ પણ કુસંસ્કાર જોતી તો તરત તેની તે ઉપેક્ષા કરતી. ધર્મની વાતમાં કોઇ મશ્કરી કરે તો તેને ગમતું નહોતું.

ધીમે ધીમે ભગિની દોરાનું જીવન વિશેષ ઉન્નત થવા લાગ્યુંં. પરમેશ્વરમાં પ્રગાઢ ભક્તિ રાખી જનસેવા કરવી એનેજ આપણા શાસ્ત્રમાં ખરી ઉપાસના કહી છે. પ્રભુ નિરાકાર છે. આપણી સૌની તે રક્ષા કરે છે. આપણે જીવતા રહ્યા છીએ તે પણ તેનો પ્રતાપ. ત્યારે આપણે એ સૌ ઉપકારને બદલે તેની શું સેવા કરી શકીશું ? તેનાં પુત્રપુત્રીઓની સેવા કરવી એ તેની સેવા કર્યા બરાબર છે. દોરા બહેનનો આ સિદ્ધાંત હતો. તે ઇશ્વરની ખરી ઉપાસક હતી. જેમ તેના હાથપગ દરિદ્ર અને દુઃખી નરનારીની સેવામાં રોકાચેલા રહેતા, તેમ તેનુ અંતર પરમ કૃપાળુ ભગવાનના ધ્યાનમાં રહેતુ. તે આ લેાકમાં રહીને પણ પરલોકનું ચિત્ર પેાતાના હદયપટમાં ચીતરેલું અનુભવવા લાગી. તેનું અંતર સુખસાગરમાં તરવા લાગ્યું.પ્રાણ આનંદસાગરમાં નાહવા લાગ્યો. કોઈ રીતે પણ રોગી મનુષ્ય જીવી શકે તેના વિચારો તે રાત્રિદિવસ કર્યા કરતી. જગતના દુઃખનો બોજો ઓછા કરવા તેણે તન મન ધન અર્પણ કર્યા. વીરપુરુષની પેઠે આ મહાઉદ્યમમાં તે મચી રહી. જેમ જેમ આવી પ્રવૃત્તિ કરતી ગઈ, તેમ તેમ તેનું જીવન ઉન્નત થવા લાગ્યું. પ્રભુ પરનો વિશ્વાસ વિશેષ ગાઢ થતો ગયો અને હૃદય ભક્તિપૂર્ણ થવા લાગ્યું. બહેન દોરાના મૃત્યુ પછી તેના એક મિત્રે લખ્યું છે કે “એના જીવનનાં સર્વ કાર્ય જાણે એ પરમાત્માને પૂછીને કરતી હોયને ! એવો ભાસ થાય છે.”

અવિશ્રાંતપણે અસાધારણ પરિશ્રમ તે કેવાક દૈવી બળથી કરતી હતી તેની કલ્પના થઈ શકતી નથી. પછી કાળે કરી શરીર શિથિલ થતાં તેના મનમાં આવવા લાગ્યું કે, “કામ થતું નથી, કાંઇ કામ થયું નહિ” આવા ઉદ્‌ગાર કાઢતી તે ઘેલી જેવી થઈ જતી. છેવટે પોતાનું શરીર પણ તેને બોજારૂપ જણાયું. નાહવાધોવામાં કે ખાવાપીવામાં જે વખત જતો તે પણ તેને અસહ્ય લાગતો. એ વિષે તેણે પોતાના એક બંધુને નીચે મુજબ લખ્યું છેઃ– “આ શરીરની પાછળ એક પળ જાય, એ પણ હવે ગમતું નથી. વળી સૂવામાં પણ થોડાક સમય કાઢવો પડે છે. અને તેથી