પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વીર સાધ્વી જોન ઑફ આર્ક
ર૭૭


થયાં ત્યારે પણ બાપદાદાઓનો ધર્મ તેજ તેઓનો ધર્મ હતો. તેમના રાજ્ય સબંધી વિચારો પણ પોતાના વડવાઓના જેવાજ હતા. ગામનો દરેક માણસ દેશદાઝ જાણવાવાળો હતો, ગામમાં દરેક માણસને ફ્રાન્સના દુશ્મનો સામે ધિક્કાર હતો.

(૩)

અસલના રીતરિવાજ પ્રમાણે અમારું ગામડું ડોમરેમી બહુજ નાનું હતું. ભાંગી-તૂટી ગલીઓમાં પુરાતન મકાન અને કોઠારો આવી રહ્યા હતા. ઘરમાં અજવાળું ભીંતમાં પાડેલાં બાકોરાંમાંથી આવતુ. જમીન ઉપર ગા૨ થતી. ઘરમાં બહુ રાચરચીલુ રાખવામાં આવતું નહિ. ગામના માણસોનો મુખ્ય ધંધો ઢોરઢાંખરને ઉછેરવાનો હતો. ગામના નાના છોકરાઓ પણ ઢોર ચારતા.

ગામની પાસે ઘાસથી છવાયેલ એક જગ્યામાં બીચનું એક ભવ્ય અને ઘટાદાર વૃક્ષ હતું. ઉનાળામાં બધા છોકરાઓ ત્યાં જતા, ગાતા અને કલાકોના કલાક સુધી તેની આજુબાજુ નાચતા. વચમાં વચમાં વળી થાક ઉતારતા. વૃક્ષમાં વસતી પરીઓને ખુશ કરવા માટે તેઓ ફૂલની માળાઓ ગુંથીને તે વૃક્ષની ડાળીઓ ઉપર લટકાવતા. અમે માનતા કે, પરીઓ પણ અમારા જેવી નાજુક અને નિર્દોષ છે, અને ફૂલ જેવી વસ્તુઓ તેમને બહુ ગમે છે. અમારા મત એવો હતો કે, અમે પરીઓને ખુશ રાખતા તેના બદલામાં તે ઝરાની સંભાળ લે છે. વળી લોકવાયકા એવી હતી કે, હજારેક વર્ષથી અમારા ગામનાં છોકરાંઓ અને આ પરીઓ વચ્ચે ગાઢ મિત્રભાવ ચાલુ હતો.

આ વૃક્ષના ગૌરવને લઈને ડોમરેમીમાં ઉછરેલાં સર્વ બાળકો ‘તરુબાળ’ કહેવાતાં. આ પદવીનાં અધિકારી હોવાથી અમે પોતાને ભાગ્યશાળી સમજતાં, અને એવા અભિધાનથી એકબીજાને બોલાવવામાં ગર્વ લેતાં. અમારામાં એવો મત ચાલતો કે, કોઈને વનમાં આ વૃક્ષ દેખાય, તો તે થોડા વખતમાં ગુજરી જાય; પણ તેના આત્માને મુક્તિ મળે.

જોનને અને મને બનેને આ વૃક્ષની બધી વિચિત્ર કથાઓમાં શ્રદ્ધા હતી. આ વૃક્ષના ગૌરવ માટે જૂદા જૂદા લોકોની જૂદી જૂદી માન્યતા હતી. ઘણાખરાઓ તો પેાતાના વડવાઓ માનતા એવીજ રીતે માનતા. આ દુનિયામાં ઘણીખરી બાબતો વંશપરંપરાથી ચાલી આવે છે. જુઓ, નવું છે પણ શું ? તમારા પોતાના જીવન