પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૮
પરિશિષ્ટ

“બીજે ક્યાં જાય ? તૂરેલીસ ઉપર હલ્લો કરી તેને જીતવા ! ”

પછી લોકોના આનંદનું હું શું વર્ણન કરી શકું ? લોકો ઘેલાજ થઈ ગયા. ત્યાં ત્યાં આનદ આનંદ પ્રસરી રહ્યો. જેઓ સૂતાં હતાં તે નિદ્રામાંથી જાગી ઉઠ્યાં. સૈનિકો શહેરીએથી જૂદા પડ્યા, અને અમારા વાવટા નીચે ભેગા થયા. અમે જેમ આગળ ચાલતા ગયા, તેમ અમારી સંખ્યામાં વધારો થતો ગયો. લોકો જે હથિયાર હાથમાં આવે, તે લઈ અમારી સાથે ચાલતા.

સરદારોએ ઉપલા પ્રકરણમાં વર્ણવેલો નિશ્ચય કર્યા પછી દરવાજો બંધ કરાવ્યો હતો એવું ધારીને કે જોન ટૂરેલીસ ઉપર હલ્લો કરવા ત્યાંથી જઈ શકે નહિ. લોકોમાં શોક ફેલાયો હતો, તે એને લીધેજ; પણ જ્યારે તેઓએ જોનને જોઈ, ત્યારે ખાત્રી થઈ કે તે કંઈ પણ રસ્તો કરશેજ.

અમે જ્યારે દરવાજે પહોંચ્યા, ત્યારે નાયકે તે ઉઘાડ્યો નહિ. જોન બોલીઃ—

“મારા ઉપર રાજા સિવાય બીજા કોઈની સત્તા નથી. તારી પાસે રાજાનો લેખિત હુકમ હોય તો દેખાડ.”

સરદાર— “મારી પાસે એ પરવાનો તો નથી જ.”

“ત્યારે રસ્તો છોડ, નહિ તો અમે છોડાવીશું.”

પછી તે નાયક કંઇ કંઇ બહાનાં બતાવવા લાગ્યો. આવા લોકો શબ્દથીજ દરરોજ લડવા તૈયાર હોય છે, કર્મથી નહિ. તે પૂરૂં બોલી રહ્યો નહોતો, એટલામાં તો જોને હુકમ આપ્યો:–

“શૂરવીરો ! રસ્તો કરો !”

અમે એકદમ ધસારો કરી અમારું કામ પૂરું કર્યું. બિચારો નાયક તો હાંફળો ફાંફળોજ બની ગયો. તેણે આ ધાર્યું નહોતું.

અમે બહાર નીકળી તેની મૂર્ખાઈ ઉપર હસી પડ્યા.

મૂળ કિલ્લા ઉપર હલ્લો કરી શકીએ, તે પહેલાં અમારે એક નાનો કિલ્લો જીતવાનો હતો. કામ અઘરૂં હતું, પણ જોનને મન તે કંઈ નહોતું. સરદારો કહેતા હતા કે, કિલ્લો જીતાશેજ નહિ. જોને સુરંગ ફોડી બપારે પોતેજ હલ્લો કર્યો. ધૂમાડામાં અને તીરના વરસાદમાં કૂદી પડ્યા. જોન ઉપર જવા એક નીસરણી ઉપર ચઢતી હતી, તેવામાં જે થવાનું હતું તે થયું. ડોકમાં તેને એક તીર વાગ્યું. તેના બખ્તરને વિંધી તે કબુતર જેવી ડોકમાં ચોંટી ગયું. તે જમીન ઉપર પડી ગઈ. અંગ્રેજોએ એક જબ્બર