પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૯
વીર સાધ્વી જોન ઑફ આર્ક

હર્ષનાદ ઉઠાવ્યો. તેઓ અગણિત સંખ્યામાં જોનને પકડવા આવ્યા. પણ અમારાવાળા કંઈ ઉતરે એવા નહોતા. તે સ્થળે ઘોર ચુદ્ધ જામ્યું. જોન ઉપર અને જોન પાસે–જ્યાં જોઈએ ત્યાં અંગ્રેજો અને ફ્રેન્ચો કટોકટીની લડાઈ લડતા હતા. જોન ફ્રાન્સ હતી. બંને પક્ષવાળા તેને ફ્રાન્સજ માનતા હતા. જે તેને પકડે તેને ત્યાં ફ્રાન્સનું રાજ્ય આવવાનું હતું. દસજ પળમાં ફ્રાન્સના વિધિલેખ લખાવાના હતા અને લખાયા ! અમારો બટુક જોન ઉપર ઉભો હતો. તે છ માણસનું કામ એકલો કરતો. પોતાના અને હાથથી તે કુહાડી વિંઝતો. જ્યારે કુહાડી નીચે આવતી ત્યારે તે એજ શબ્દ બોલતા કે “ફ્રાન્સ માટે” અને તુરતજ ઈંડાનાં કોટલાં ઉડે, તેમ સામા માણસની ખોપરી ભચ્ચ દઈને ચીરાઈ જતી. જોન પાસે તેણે મુડદાંઓનો ઢગલે કર્યો હતો અને તેની પછવાડે રહી તે લડતો. અમે જ્યારે જોનને બચાવવા શક્તિમાન થયા ત્યારે નાના બાળકને ઉપાડી લે, તેવી રીતે જોનને નીસરણી સાથે તે સલામતીવાળા સ્થળે ઉપાડી લાવ્યો. જોનનું સફેદ બખ્તર હવે લોહીથી એટલું બધું રંગાઈ ગયું હતું કે હવે તે સફેદ મટી લાલ દેખાતું.

ઘામાં હજી તીર હતું. કેટલાક કહે છે કે, તે ખભા બહાર નીકળી આવ્યું હતું. ગમે તેમ હોય, તે જોવાની મારી ઈચ્છા પણ નહોતી. તીર ખેંચાયું. કેટલાક કહે છે કે જોનને દુ:ખ થાય તેને માટે બીજાઓએ તે કાઢવા ના પાડી, પણ જોને પોતે તે ખેંચી કાઢ્યું.

કલાકના કલાક સુધી જોન દુઃખમાં ઘાસ ઉપર પડી રહી, તો પણ લડાઈના હુકમ તે કર્યાજ કરતી; પણ માણસો જે શૂરવીર દેખાતાં, તે માત્ર જોનની આંખ આગળજ. જોન નજરો નજર ન જણાવાથી હવે અમારા લશ્કરમાં ભય પેઠો. નાયકોને અમારા લશ્કરને નાસવાનો હુકમ આપવો પડ્યો.

જોન એકાએક બોલી ઉઠી કે “શું આપણે નાસીશું ? આપણે ?!”

તે ઘડીભર પોતાના ઘા ભૂલી ગઈ અને એકદમ ઘોડા ઉપર સવાર થઈ. સિપાઇઓએ તેને જોઈ, ત્યારે ચારે તરફથી હર્ષનાદ ગાજી ઉઠ્યા. તેઓએ તે કિલ્લા ઉપર બીજી વાર હલ્લો કરવા આગ્રહ કર્યો. જોન ઘવાઇ હતી, તેજ સ્થળે પાછી ચઢી અને પોતાના અંગ૨ક્ષકને વાવટો કિલ્લાની ટોચ ઉપર અડાડવા કહ્યું. થોડીક વારમાં તો જોનનો વિજયધ્વજ તે કિલ્લાની ટોચ સુધી પહોંચ્યો.

“હવે ત્યારે” જોને પોતાના સરદારને કહ્યું “આ કિલ્લો