પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૪૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૫
વીર સાધ્વી જોન ઑફ આર્ક


હતા, અને આવા અધર્મ માટે તે શિક્ષાને પાત્ર હતી.

જોનનું શુ કરવું એ સંબંધી ઠરાવ કરવા ઓગણીસમી મેને દિવસે પચાસ ન્યાયાધીશો મળ્યા. કેટલાકનો વિચાર એવો હતો કે, જોનને તુરતમાંજ શિક્ષા કરવી. કેટલાકનો એવો મત પડ્યો કે તેને એક વાર ફરી ચેતવણી આપવી.

તેથીજ એ કોર્ટ ચાર દિવસ પછી પાછી મળી, અને જોનને ત્યાં બોલાવવા માં આવી. જોન ધર્મમંદિરને પોતાના ગુન્હાની તપાસ ન સોંપી દે, તો તેનો જીવ લેવામાં આવશે, એવી ધમકી પણ અપાઈ; પણ જોને અપ્રતિમ શાંતિથી ઉત્તર વાળ્યો:–

“મને શિક્ષા થઈ ચૂકી હોય, કદાચ ધગધગતી આગ મારી સામે બળતી હોય, એટલું જ નહિ પણ જો હું આગમાં બળી મરતી હોઉં તો પણ મેં જે કહ્યું છે, તે સિવાય વધારે હું કહીશ નહિ.”

સઘળે શાંતિ પ્રસરી. સાર્વના મન ઉપર કંઇક ઉદ્વેગ ભાસતો હતો. આ અપશુકન છે એમ મને લાગ્યું. છેવટે ગંભીરતાપૂર્વક કોશને જોનને કહ્યું:–

“તારે આ સિવાય કંઈ કહેવું છે ?”

“નહિ.”

"ત્યારે હવે આ તપાસ પૂરી થાય છે, તારી શિક્ષા તને કાલે જણાવવામાં આવશે. કેદીને લઈ જાઓ !”

જોન છાતી કાઢી હિંમતથી ચાલી ગઈ એમ મને લાગ્યું, તોપણ મારું ધ્યાન ત્યાં નહોતું. મારી આંખો આંસુથી ભરપૂર હતી.

(૧૧)

જોન ઑફ આર્કની જીંદગી હવે કોશનના હાથમાં હતી, પણ જોનનો એકદમ પ્રાણ લઈ શકાય કે નહિ તેને માટે તેને શંકા હતી. પોતાના માથા ઉપર અપયશ વહોરી લઇ, જો તે જોનનો જીવ લે, તો લોકોને જોનને માટે વધારે માન ઉત્પન્ન થાય; ને જોન નિર્દોષ હતી, છતાં મારી નાખવામાં આવી છે, એવું જો જાણવામાં આવે તો અંગ્રેજી સત્તાને પણ ધક્કો લાગે. જોન જો પ્રજાની સમક્ષ પેાતાને હાથે પોતાનો દોષ કબૂલ કરે, તોજ સીધેસીધું ઉતરે; પણ એ બને કેમ ?

મોટો વિચાર આ થઈ પડ્યો. કબૂલ કરે તે માટે દિવસોના દિવસ સુધી તેને સમજાવવામાં આવી હતી; પણ સઘળું અફળ ગયું હતું. બળાત્કાર કરવા માં આવ્યો હતો; અગ્નિ સમક્ષ લઈ