પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૪૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જવામાં આવી હતી. હવે શું રહ્યું હતું ? માંદી હોય, થાક ચઢ્યો હોય અને આગ સમક્ષ લઈ જવામાં આવે તો યે તે માને ખરી ?

વિચાર ઘણો સારો હતો; ગમે તેમ તોય તે અબળા હતી. મંદવાડ અને થાકની સામે તે યુદ્ધ કરી શકે નહિ.

હા, વિચાર સારો હતો. જોને પોતેજ બોલી ગઈ હતી કે, જો તમે મને દુઃખી કરશો, તો હું કદાપિ બોલી છું તેથી ઉલટું બોલીશ આ વાત કોશને બરાબર સ્મરણમાં રાખી હતી.

પછી શું કરવું, તે કોશન જાણતો હતો. જો તેને અશક્ત કરી અગ્નિનો ભય દર્શાવવામાં આવે, તો ચોરી-છુપીથી કદાચ એક કાગળને બદલે બીજો કાગળ તેને ખબર ન પડે તેમ સેરવી દેવાય.

પણ જોન પોતાનો દોષ કબૂલ કરે તો પણ તેને જીવતી રાખવી પડે, તેનું કેમ કરવું ? આ બધી મહેનત તો તેનો જીવ લેવા માટેજ થતી હતી.

આની પણ બારી શેાધી કઢાઈ. તેને ખોટી આશાઓ બતાવવામાં આવે, તો કદાચ તે પુરુષનાં વસ્ત્ર ત્યજી દે. આ વચનો તોડી શકાય, પછી યમરાજ તો તેને માટે તૈયારજ હતા.

વખત પણ અનુકૂળ હતો. જોનનો આત્મા જો કે હજી એવો ને એવો સબળ હતો, તોપણ તેની શારીરિક શક્તિ બહુ ઘટી ગઈ હતી.

આ જમાનાના લોકો જાણે છે કે, કોશનની યુક્તિઓ ઉપર પ્રમાણે હતી; પણ તે જમાનામાં લોકો આવું કંઈ પણ જાણતા નહોતા.

કેદીને પોતાના છેલ્લા દિવસની રાત્રિ શાંતિમાં ગુજારવા દેવી, એ સાધારણ નિયમ હોય છે; પણ કોશનના પક્ષના એક ધર્માધ્યક્ષને રાત્રે જોન પાસે લઈ જવામાં આવ્યો . તેણે કહ્યું કે, જો તું ધર્મમંદિરને તારી તપાસ સોંપી દે, તો તને કોઈ સોઇવાળા કારાગૃહમાં લઈ જવામાં આવે અને ત્યાં સ્ત્રીઓને પણ સાથે રાખવામાં આવે. આમાં પણ કોશનનો સ્વાર્થ હતો. આ તો ખોટો ડોળ હતો. જો જોનનું અશક્ત શરીર નિદ્રા અને વિશ્રાંતિરહિત કરી નાખવામાં આવે તો બીજે દિવસે તે સુસ્ત અને નિર્બળ થઈ જાય-જેથી તે આવતા બપોરની ગરમી, ભય અને અગ્નિ સહન ન કરી શકે. જો આમ થાય તો ધારેલું કામ મુશ્કેલી વિના જલદીથી પાર ૫ડે.

રસ્તાઓ ઉશ્કેરાઈ ગયેલાં માણસોથી ઉભરાતા હતા. ત્યાંથી માર્ગ કરવો, એ બહુજ દુર્ઘટ કાઢ્યું હતું. અર્ધી રાત્રિ થઈ હશે કે અમે એક મંદિર પાસે આવ્યા. અહીં બહુજ ઘોંઘાટ થતો