પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
મહાન સાધ્વીઓ

કેથેરિને પ્રસન્નતાથી કહ્યું કે “મા ! હું બધું કરીશ.”

પછી રસોડાને ઇશ્વરનું મંદિર અને ઘરનાં કામકાજને ઈશ્વરની સેવા ગણીને પ્રફુલિત ચિત્તે કેથેરિને એ બધો પરિશ્રમ કરવા માંડયો. રાત્રે જ્યારે કુરસદ મળતી, ત્યારે તે જાગીને એકાગ્રચિત્તે ઈશ્વરપ્રાર્થના કરતાં. એમની એ સમયની અવસ્થા વિષે રેવર્ંડ બટલર, પોતે રચેલા “સંતજીવન” નામના ગ્રંથમાં લખે છે કે:

“ઘરનું હલકામાં હલકું કામ પણ કેથેરિનનેજ કરવું પડતું. એ આનંદપૂર્વક સઘળું કામ કરતાં. અપમાન અને જોરજૂલમ સહન કર્યા છતાં પણ તેમનું સુખ ઉદાસ થતું નહિ. દુઃખ ગમે તેવા રૂપે આવે તો પણ તેઓ તેને ભેટતાં. ત્યારે શુ તેમને વેદનાજ જણાતી નહોતી ? તેમને વેદના તો થતી હતી, પણ તે ઈશ્વરને ગુમાવ્યાથી. પરંતુ એમના અંતર્યામી ઇશ્વરે તેમના હૃદયપ્રદેશમાં પોતાનું આસન જમાવ્યું હતું, એટલે કામકાજ વખતે પણ એ એવોજ અનુભવ કરતાં કે તેમના અંતરમાં એક પરમાત્મદેવ બિરાજી રહ્યા છે. એમના અંતરાત્મા વારંવાર એ દેવમાં નિમગ્ન થઈ જતો. એને લીધે બહારનાં કામકાજની ગડબડ એમને વિક્ષેપ આપી શકતી નહિ.

એવે સમયે એક બનાવ બન્યો. એક ગંભીર રાત્રિ હતી. કેથેરિન એક સ્ટૂલ ઉપર બેઠાં હતાં. તેમનું ચિત્ત ઈશ્વરચિંતનમાં નિમગ્ન હતું. એમનાં નયનો અશ્રુથી ભિંજાઈ ગયાં હતાં. લલાટ ઉપર દિવ્ય જ્યોતિ ઝળકી રહી હતી. એ પવિત્ર ક્ષણે એમના પિતાએ એમના ઓરડામાં પ્રવેશ કર્યો. દિવ્ય પ્રકાશથી ઝળહળી રહેલી કન્યાની મૂર્તિ જોઈને તેમનું ચિત્ત આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયું. કન્યાના અંતઃકરણમાં ઈશ્વરી પ્રકાશ પ્રવેશ્યો છે એમાં પિતાને હવે સંશય રહ્યો નહિ.

(૨).

કેથેરિને સેઈન્ટ ડોમિનિક સંપ્રદાચની વિધિ અનુસાર સંન્યાસિનીવ્રત ધારણ કરવાનો વિચાર કર્યો, અને એ વિચાર ગુપ્ત રાખવાનું હવે પ્રયેાજન નહિ હોવાથી એક દિવસ માતપિતા, ભાઈ અને સગાંસંબંધીઓને એકઠા કરીને બોલવા લાગ્યાં:

“ હુ સરળભાવે કહી દઉ' છું કે, બાલ્યાવસ્થાથીજ કુમારીવ્રત પાળવાનો સંક૯પ મને થયેા હતો. હવે હું પરમેશ્વરના ચરણુંમાં જીવન સમર્પણ કરવા માગું છું. મારો સંક૯પ અતિશય