પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
મહાન સાધ્વીઓ

દિવસ ઉપવાસ કરીનેજ ગાળતાં, આથી નિદ્રા તો તેમને લગભગ આવતીજ નહિ, એમ કહીએ તો ચાલે. ધ્યાન અને ધારણામાં રાત્રિ વીતી જઈને વહાણું વાતું. એમની એ સમયની અવસ્થાવિષે રેવરન્ડ એલ્બાન બટલર લખે છેઃ– “કેથેરિન દીનદુ:ખીઓની સેવા અને સહાયતા કરતાં, તેમને ધીરજ અને આશ્વાસન આપતાં, રોટલી અને શાકભાજીથીજ નિર્વાહ ચલાવતાં. જાડાં વસ્ત્રોથીજ તેમનું અંગ ઢંકાતું, ભોંય ઉપરજ શયન કરતાં અને મોડી રાતસુધી જાગરણ કરતાં. પંદર વર્ષની વયથી આવા સંયમપૂર્વક એમણે જીવનયાત્રા કરવા માંડી હતી.”

એ સમયે સાધનાની બાબતમાં યુરોપમાં પણ આપણા હઠયોગીઓના જેવા સંસ્કારો હતા. ઘણાઓનો વિશ્વાસ એ હતો કે, આ પાપી દેહજ ધર્મપંથમાં આગળ વધવામાં મુખ્ય વિદ્મરૂપ છે. એને જેટલું સંયમી રાખીશુ તેટલોજ ઈશ્વરની પાસે જવાનો માર્ગ મોકળો થશે. એટલા સારૂ કેથરિન લાખંડની સાંકળોથી પોતાના શરીરને બાંધી રાખતાં. એનું પરિણામ એ આવ્યુ કે, એમના તદુરસ્ત શરીરનો બાંધો તૂટી ગયો, એમને પીડા થવા લાગી; પરંતુ એ વાત જવા દો. પાતાના હૃદયમાં જે ધ્ચેય રાખીને તપસ્વિની કેથેરિન કઠોર સાધના કરતાં હતાં, તે ધ્યેયનો વિચાર કર્યાથી પણ મન ઉન્નત થાય છે. ઇશ્વરની ખાસ કરુણા થયા વગર એવું’ ઉન્નત ધ્યેય, શ્રદ્ધા અને સાધના કેાઇથી પણ થઈ શકે ?

કેથેરિન અગાઉથીજ સેઈન્ટ ડોમિનિક સંપ્રદાયમાં દાખલ થયાં હતાં. ત્યારપછી જેતજોતાંમાં ઈ. સ. ૧૩૬૫ની સાલ આવી પહોંચી. એ વખતે એમની ઉંમર અઢાર વર્ષની હતી. એ વચે એ સંન્યાસિનીવ્રત ધારણ કરવાનાં હતાં. એને માટે એક અનુષ્ઠાન રચવાનું હતું. અનુષ્ઠાનનો દિવસ નક્કી થયો. એ દિવસે કેથેરિન પોતાના હૃદયમાં જે કાંઈ સુંદર,પવિત્ર અને મહાન હતું તે બધું જીવનદેવતાને અર્પણ કરી દેશે અને તેનેજ સ્વામીરૂપે વરશે. આવા વિચારોથી એમના હદયમાં આનંદની છોળો ઉછળવા લાગી. એ દિવસને ઘણોજ અગત્યનો અને માંગલિક ગણીને તેમણે માતપિતા તથા બીજા સગાંસંબંધીઓને નિમંત્રણ આપ્યું. એ બધાં ઉતરી ગયેલે દુઃખી ચહેરે ઉપાસના મંદિરમાં દાખલ થયાં. યથાસમયે કેથેરિનને મંદિરમાં લાવવામાં આવ્યાં, એમનું આખું અંગ શ્વેત અને કાળાં સંન્યાસિનીઓનાં વસ્ત્રથી ઢાંકેલું હતું, એ પોશાકમાં એ આજે દેવકન્યા જેવાં .