પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯
સાધ્વી ટેરેસા

પણ હું તે ગરીબ લોકોને આપી દેતી. ઘણી વાર એકાંતમાં બેસીને પ્રાર્થના કરવાનું મને ઘણું ગમતું. નાનપણમાં હું માતપિતાના કહ્યામાં રહેતી. તેઓ કોઈ પણ કામ કરવાનું બતાવે તો પછી એ કામ મારાથી નહિ થાય એવા શબ્દ કદી મારા મોંમાંથી નીકળતા નહિ. કોઈ પણ દિવસ પરાઈ નિંદા કરી હોય અથવા તો કોઈ મનુષ્યને તિરસ્કારની નજરે દીઠો હોય એવું તો મને સાંભરતું પણ નથી. હિંસા અને ઈર્ષાને પોષીને કેાઈ પણ દિવસ મારા મનને ઝેરી બનાવ્યું નથી.”

ટેરેસા અને તેમના મોટા ભાઈએ તરુણ વયમાંજ સારી કીર્તિ મેળવી હતી. બન્ને ભાઇબહેન રાતદિવસ સાધુઓનાં જીવનચરિત્રો વાંચ્યા કરતાં. એ સાધુઓમાં ઘણા એવા હતા કે જેમણે ઈશ્વરના કાર્યમાં પોતાના જીવનને સમર્પણ કર્યા હતાં. એ પુસ્તકો વાંચીને ભાઈબહેને પણ એ જ સંકલ્પ કર્યો હતો કે, આપણે પણ સાધુઓની પેઠે આપણું જીવન ધર્મકાર્યમાં અર્પણ કરીશું સંક૯પ કર્યો એટલુંજ નહિ પણ ઈશ્વરના કાર્યમાં જીવનને જલદીથી પરોવવાનું તથા ધર્મને ખાતર પ્રાણ આપવાનું બન્ને ભાઈબહેનને આવશ્યક જણાયું. પરંતુ જીવનને પ્રભુની ખાતર વિસર્જન કરવાનો ઉપાય શો ? તે ઉપાય શોધવામાં પણ વધારે વિલંબ થયો નહિ. તેમણે સારી પેઠે વિચાર કરીને નકકી કર્યું કે, આપણે બન્ને સંન્યાસ ગ્રહણ કરીને મૂર લોકોના દેશમાં જઈશું અને ત્યાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાથી મુસલમાન મૂર લેાકો ગુસ્સે થઈને આપણ બેઉનો વધ કરશે. એથી સાધુઓની પેઠે આપણો પણ ધર્મને ખાતર પ્રાણ જશે. એ બન્ને જણના મગજમાં આ ખ્યાલ ઘુસી જવાથી તેઓ કોઈને કંઈ કહ્યા કારવ્યા વગર મૂર લોકોના દેશ તરફ મુસાફરીએ નીકળી પડયાં. થોડે દૂર જઇને બન્ને જણ સ્પેન દેશના એક વિજયતલ આગળ બેસીને વિસામો ખાવા લાગ્યાં. માણસના મનમાં જે બાબતનો ભય હોય છે તેજ વાત પહેલી બને છે. ટેરેસા અને તેમના ભાઈ મૂર લોકોના દેશમાં જઈને ખ્રિસ્તીધર્મના પ્રચાર કરવાનાં સ્વ્પનાં દેખી રહ્યાં હતાં, તેવામાં એક નવી વિપત્તિ આવી પડી. એમના કાકા ઘોડે બેસીને જતા હતા તે એમની સન્મુખ આવીને ઉભા. બ્ન્નેનો પોશાક તથા હાવભાવ જોતાં વારજ એ સમજી ગયા કે આ લોકોના મનમાં કાંઇ ધૂન ભરાઈ છે અને તેઓ કાંઈ અવનવું કરવા સારૂ ક્યાંક જઈ રહ્યાં