પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માહાત્માજીની વાતો.

રાતોરાત સુવાની રજા માગી, ઘરધણીએ તેને પોતાના ઘરમાં સુવાની સોઈ કરી આપી.

શિવદયાળ બીછાનામાં પડ્યો પડ્યો જોયા કરે છે. ઘરધણીએ ઘર લીંપીને સાફ કરેલું છે. હવે કેટલીક છબીઓ સાફ કરે છે. એક મેલા લુગડાવડે તે છબીના કાચ લુંછે છે. એક બાજુથી લુંછે છે-કાચ અસલ જેવાજ મેલા દેખાય છે. મેલા લુગડાના લીસોટા તેની ઉપર પડી રહ્યા છે. બીજી બાજુએથી તે લુંછે છે-કેટલાક ડાઘ જાય છે. પણ બીજા નવા ડાઘ પડી રહે છે. વળી મેલું લુઘડું ઘસે છે. એક ડાઘ જાય છે તો બીજો ડાઘ પડી જાય છે.

શિવદયાળ આ જોયા કરતો હતો તે બોલી ઉઠ્યો “ભાઇ, આ શું કરો છો?”

“જુઓની ભાઈ, દીવાળીના દિવસ પાસે આવ્યા છે. આ છબીઓના કાચ સાફ કરૂં છું, પણ એક ડાઘ કાઢું છું ત્યાં બે બીજા નવા પડે છે. હું તો થાક્યો, પણ આ છબીઓ સાફ થતી નથી.” ઘરધણીએ જવાબ દીધો.

આ લુગડાના કટકાને પહેલાં ધોઇને પછી છબીના કાચ ધસશો તો હમણાં તે સાફ થઇ જશે, શિવદયાળે શીખામણ આપી.

ઘરધણીએ તેમ કર્યું એટલે કાચ સાફ થઈ ગયા. મહેમાનની સલાહથી પોતાનું કામ થયું તેથી ઘરધણી બહુ રાજી થયો અને તેનો પાડ માન્યો.

વળતી સવારે શિવદયાળે ઘરધણીની રજા લઇ ચાલવા માંડ્યું. ચાલતાં ચાલતાં એક જંગલમાં આવ્યો. ત્યાં કેટલાક મજુરો પૈડાંને ચઢાવવા સારૂ લોઢાના પાટા વાળતા હતા. તે પાસે આવ્યો ત્યારે જોયું તે જણાયું કે જે ચક્કર ઉપર પાટા વળતા હતા તે છુટું હતું તેથી પાટા વાળતી વખતે તે ખસી જતું હતું. શિવદયાળે આ જોઇ પુછ્યું “શું કરેા છો, ભાઈ?” તેમણે જવાબ આપ્યો: “અમે પાટા વાળવા માંડ્યા તો વળતા જ નથી, ને અમે તો હવે થાકી ગયા.” શિવદયાળે સલાહ દીધી કે “ભાઇઓ, જો પહેલાં આ ચક્કરને